November 14, 2024

IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સના KL રાહુલનું મોટું કારનામું!

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલે જોરદાર ઈનિંગ રમી હતી. રાહુલે એવી ઇનિંગ રમી કે જેના કારણે તેની ટીમની 8 વિકેટે જીત થઈ છે.

ખાસ રેકોર્ડ હાંસલ કર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ હોમગ્રાઉન્ડ પર 8 વિકેટથી હરાવીને 4થી જીત પ્રાપ્ત કરી છે. રાહુલે આઈપીએલ ઈતિહાસમાં વિકેટકીપરનો એક ખાસ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ હવે આઈપીએલમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઈનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. રાહુલે વિકેટકીપર તરીકે 25મી ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ રમી હતી. તમને જણાવી દઈએ કે લખનૌ અને ચેન્નાઈ વચ્ચેની મેચ પહેલા વિકેટકીપર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. રાહુલે આ IPL સિઝનમાં અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં તેણે 40.86ની એવરેજથી અત્યાર સુધી 286 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: LSG vs CSK: લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સથી નીકળી ‘આગળ’

મેન ઓફ ધ મેચનો એવોર્ડ
IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ રમનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો કેએલ રાહુલ – 25, એમએસ ધોની – 24, ક્વિન્ટન ડી કોક – 23, દિનેશ કાર્તિક – 21, રોબિન ઉથપ્પા – 18 બનાવ્યા છે. રાહુલે IPLમાં કેપ્ટન તરીકે 9મી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. રાહુલ હવે આ યાદીમાં 5માં સ્થાને પહોંચી ગયો છે.