January 22, 2025

KKRની જીતના આનંદમાં શાહરૂખ ખાને કરી ભૂલ

Shah Rukh Khan: KKRની જીત બાદ શાહરૂખ ભારે આનંદમાં જોવા મળી રહ્યો હતો. KKRની જીત થતા શાહરૂખ આખા મેદાનમાં ફર્યો હતો અને ચાહકોનું અભિવાદન કરતો જોવા મળ્યો હતો. આ સમયનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તે વીડિયોની ચર્ચા પણ ખુબ થઈ રહી છે.

ફાઇનલમાં સ્થાન નિશ્ચિત
ગઈ કાલે અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની જીત થઈ હતી. જીતની સાથે કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાનું સ્થાન ફાઇનલમાં નિશ્ચિત કરી દીધું છે. ટીમને જીત મળતાની સાથે શાહરૂખ ખાન ખુબ આનંદમાં જોવા મળી રહ્યો હતો. શાહરૂખ ખાનની સાથે તેમના બાળકો પણ ખુશ જોવા મળી રહ્યા હતા .ટીમની જીતની ઉજવણી કરતા શાહરૂખ ખાનના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કિંગ ખાન સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી માંગતો જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડમાં તેના ચાહકોનું અભિવાદન કરતી વખતે, તે શાહરૂખ ખાન ભૂલથી સુરેશ રૈના અને આકાશ ચોપરાના લાઇવ પ્રસારણની સામે આવી ગયો હતો. ત્યારબાદ તેણે સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી માંગી હતી.

આ પણ વાંચો: હેન્ડશેક વિવાદ પછી RCB ક્રિકેટર ધોનીને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો

ભૂલનું કારણ સમજાવ્યું
શાહરૂખનું આ વિશે કહેવું છે કે તેનું સંપૂર્ણ ધ્યાન સ્ટેન્ડમાં હાજર તેના ચાહકો પર હતું, જેના કારણે તે લાઈવ પ્રસારણ પર ધ્યાન આપી શક્યો નહીં. સુરેશ રૈના, શાહરૂખ અને આકાશ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સુરેશ રૈનાએ પણ X પર આ ક્ષણની તસવીરો શેર કરી છે. આ સમયે સુરેશ રૈનાએ કહ્યું કે ‘હંમેશા નમ્ર રહેતા શાહરૂખ ખાનને આજે મળવું ખૂબ જ અદ્ભુત હતું. સુપરસ્ટાર હોવા છતાં, તે દરેક વાતચીતમાં નમ્રતા રાખે છે. યુઝર્સે શાહરૂખના વખાણ કરી રહ્યા છે.