November 6, 2024

ખડગે-સોનિયાએ જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

Jawaharlal Nehru Death Anniversary: ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જવાહરલાલ નેહરુના સ્મારક શાંતિ વન પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેનો વીડિયો કોંગ્રેસે ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું કેસામાજિક, વૈજ્ઞાનિક, આર્થિક, ઔદ્યોગિક અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની દૂરંદેશી અને કાર્યક્ષમ નેતૃત્વથી આગળ લઈ જનાર હિંદના જવાહરને સલામ.

રાહુલ ગાંધીએ કરી પોસ્ટ
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ આજે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ ‘શાંતિ વન’ પહોંચ્યા અને તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના પ્રથમ વડાપ્રધાનને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા. તેમણે પોસ્ટમાાં લખ્યું કે આધુનિક ભારતના શિલ્પકાર, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે X પર પોસ્ટ કરીને પંડિત જવાહર લાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી.

‘ચાચા નેહરુ’
ભારતની સ્વતંત્રતા ચળવળમાં જવાહરલાલ નેહરુની મહત્વની ભૂમિકા હતી. જવાહરલાલ નેહરુ 1947માં આઝાદી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. આ સમયે 16 વર્ષથી વધુ સમય સુધી આ પદ પર રહ્યા હતા. 27 મે 1964ના રોજના તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમનું અવસાન થયું હતું. બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી બન્યા હતા. બાળકો પ્રત્યેના તેમના ભાવના કારણે તેમને ઘણા ‘ચાચા નેહરુ’ પણ કહેવામાં આવે છે. 14 નવેમ્બરે તેમનો જન્મ થયો હતો. જે દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.