May 7, 2024

આ વ્યક્તિને 2800 કરોડની લોટરી લાગી છતા કાણો રૂપિયો ના મળ્યો

Viral News: લોટરી જીતવું દરેક માણસ માટે સ્વપ્ન સમાન હો છે અને અમેરિકામાં રહેતા જોન ચીક્સ સાથે પણ કંઇક આવું જ થયું હતું. જ્યારે તેને જણવા મળ્યું કે, તેના દ્વારા એક દિવસ પહેલા ખરીદવામાં આવેલ લોટરીમાં તેણે 2800 કરોડ રૂપિયા જીતી લીધા છે. પરંતુ તેનું આ સ્વપ્ન ખુબ જ જલ્દી તૂટી ગયું, જ્યારે તેને લોટરી કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, લોટરી વિજેતાઓમાં તેનું નામ ભૂલથી આવ્યું હતું.

શું છે મામલો
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રહેતા જોન એ 6 ફેબ્રુઆરી, 2023ના રોજ લોટરી ફર્મ ‘પાવરબોલ’ની એક લોટરી ખરીદી હતી. આગામી દિવસે તેણે ‘વોશિંગ્ટન ડીસી લોટરી’ની વેબસાઇટ પર તેની લોટરીનો નંબર દેખ્યો હતો, જેમાં વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેને જોઇ તે ખુબ જ ખુશ થઇ ગયો હતો અને આગામી દિવસે ઓફિસ જઇને રકમ લેવાનો નિર્ણય કર્યો હતો.

જોન જીતેલી રકમની જાણકારી મેળવવા માટે કંપનીની ઓફિસમાં ગયો પરંતુ તે તે સમયે આશ્ચર્યચકિત થઇ ગયો. જ્યારે તેને ઓફિસમાંથી કહેવામાં આવ્યું કે, તેણે લોટરી નથી જીતી અને તે પોતાની લોટરીની ટિકિટને કચરમાં ફેંકી શકે છે. જોન એ એક ઇન્ટરન્યૂમાં જણાવ્યું કે, જ્યારે હું લોટરીની ટિકિટ લઇને ઓફિસ પહોંચ્યો ત્યારે તેમણે મને કહ્યું કે આ લોટરી ટિકિટ કંઇ કામની નથી તેને કચરામાં નાંખી દો. મેં કહ્યું – કચરાપેટીમાં? તો એજન્ટે કહ્યું કે, અરે હાં. બસ તેને ફેંકી દો. તમને કોઇ પેમેન્ટ મળશે નહીં. ત્યાં જ એક કચરાપેટી છે તેમાં તેને ફેંકી દો.

કરોડોનો દાવો
જોન એ આગળ કહ્યું કે, લોટરીની ટિકિટ ફેંકવાના બદલે તેણે કંપની વિરૂદ્ધ દાવો કરવાનો નિર્ણય કર્યો. કારણ કે તેને વિશ્વાસ છે કે, તેણે 340 મિલિયન ડોલર (2800 કરોડ રૂપિયા)ની લોટરી જીતી છે. પરંતુ કંપની દ્વારા પૈસા આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો. કંપનીએ જણાવ્યું કે, કોઇ ગડબડના કારણે વેબસાઇટ પર તેની ટિકિટનો નંબર નજર આવી રહ્યો છે.

જીતેલી રકમમાં બરબારના વળતરની માંગ
જોન એ ‘પાવરબોલ ફર્મ’થી લોટરીની જેકપોટની રકમની બરાબર વળતરની માંગ કરી છે. આ સિવાય તે રકમ પર મળનારું દૈનિક વ્યાજ પણ આપવામાં આવે. તેમણે ફર્મ પર આંઠ અલગ-અગલ મામલામાં દાવો કરવાનો નિર્ણય કર્યો છે. જેમા લાપરવાહી, છેતરપિંડી, અનુબંધનું ઉલ્લંઘન અને ભાવનાત્મક તણાવ આપવું સામેલ છે.

કંપની વિરૂદ્ધ ગંભીર આરોપ
ચિક્સના વકીલ રિચર્ડ ઈવાંસે એક નિવેદનમાં કહ્યું છે કે, આ કેસ લોટરી સંચાલનની જવાબદારી અને સિક્યોરિટી વિશે મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવે છે. પાવરબોલ અને ડીસી લોટરીની આ મામલે થયેલી દંભીર ભૂલો વિરૂદ્ધ અને વિજેતા લોટરી નંબરમાં સીક્રેસીની કમી વિશે ગંભીર સવાલો ઉઠાવે છે. આ મામલાની આગામી સૂનાવણી 23 ફેબ્રુઆરીના રોજ થશે.