May 2, 2024

કિમ જોંગ ઉન માટે પુતિને તોડ્યો UNSCનો નિયમ!

Russia : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ખાસ ભેટ મોકલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે કિમને તેના અંગત ઉપયોગ માટે એક રશિયન કાર ગિફ્ટ કરી છે. મંગળવારે સત્તાવાર મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભેટ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રએ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે.

પુતિને પોતાની જેવી કાર ગિફ્ટ કરી
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કિમ પુતિનને મળવા માટે રશિયા પહોંચ્યા હતાં, જ્યાં તે પુતિનની કારમાં બેઠા હતા. આ સમય દરમિયાન કિમે પુતિનની કાર ‘ઓરસ લિમોઝીન’માં રસ દાખવ્યો હતો અને હવે પુતિને તેમને તેમના જેવી જ કાર ગિફ્ટ કરી છે. મુલાકાત દરમિયાન દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાયા છે અને દેશના તમામ ક્ષેત્રોમાં આદાનપ્રદાન વધારવાનું વચન આપવામાં આવ્યું છે.

કારની કિંમત કેટલી છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિને કિમને ઓરિસ મોટર કંપનીની કાર ગિફ્ટ કરી છે. ઓરિસ કંપનીની કારની શરૂઆતની કિંમત લગભગ 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે, જે રોલ્સ રોયસની કિંમત જેટલી છે. રિપોર્ટમાં રશિયાથી ઉત્તર કોરિયામાં ક્યા મોડલની કાર મોકલવામાં આવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે કિમને ઓટોમોબાઈલનો ઘણો શોખ છે અને તેની પાસે ઘણી વિદેશી લક્ઝરી કાર છે.

UNSC ઠરાવનું ઉલ્લંઘન
મીડિયા એજન્સીઅનુસાર, રશિયન કાર 18 ફેબ્રુઆરીએ ઉત્તર કોરિયાના કિમના એક સહયોગીને સોંપવામાં આવી હતી. કિમની બહેને પુતિનનો આભાર માન્યો અને કહ્યું કે આ ભેટ બંને નેતાઓ વચ્ચેના અંગત સંબંધોને સ્પષ્ટ કરે છે અને કિમ જોંગ ઉન પુતિનનો આભાર માને છે.