May 2, 2024

BAPS મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા ‘જેઠાલાલ’, કહ્યું, આ ભગવાનનો ચમત્કાર છે..

BAPS Temple : પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીએ અબુ ધાબીમાં BAPS મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ ખાસ અવસર પર તેમણે UAEમાં બનેલા પહેલા હિંદુ મંદિર વિશે પોતાની ખુશી વ્યક્ત કરી છે. અને દિલીપ જોષીએ પણ UAEના શાસક અને વહીવટની પ્રશંસા કરી હતી. 14 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. 27 એકરમાં બનેલા આ સુંદર મંદિર માટે લગભગ 7000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં દેશના ઘણા પ્રખ્યાત ચહેરાઓએ ભાગ લીધો હતો. આ સમારોહમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી એટલે કે ‘જેઠાલાલ’ પણ અબુ ધાબીમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે તેમણે મંદિરના નિર્માણ માટે પરવાનગી આપવા બદલ દુબઈના શાસક (દુબઈના રાજા)ની પ્રશંસા કરી હતી.

ANI સાથે વાત કરતા દિલીપ જોશીએ કહ્યું હતું કે, “આજે આ મંદિર જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આટલું સુંદર BAPS મંદિર આ જગ્યાએ બનાવવામાં આવ્યું છે. જ્યારે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે હું પણ હાજર હતો. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે દુબઈના શાસક (રાજા) ખૂબ જ દયાળુ છે. તેમણે આ મંદિરના નિર્માણ માટે માત્ર મંજુરી જ નથી આપી પરંતુ એક સારી જગ્યા પણ આપી હતી. આ ખરેખર ભગવાનનો ચમત્કાર છે.”

ઉદ્ઘાટનમાં અનેક મોટા ચહેરાઓએ હાજરી આપી હતી
દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, ‘મારી પ્રાર્થના છે કે આ મંદિરમાંથી સદ્ભાવનાનો સંદેશ આખી દુનિયામાં ફેલાય.’ 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ અબુ ધાબીમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર દિલીપ જોશી જ નહીં, અભિનેતા અક્ષય કુમારથી લઈને વિવેક ઓબેરોય અને ગાયક-સંગીતકાર શંકર મહાદેવન સુધીની ઘણી બોલીવુડ હસ્તીઓ હાજર રહી હતી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આ પ્રથમ હિન્દુ મંદિર અબુધાબીમાં બનાવવામાં આવ્યું છે.

ભવિષ્યમાં હજારો પ્રવાસીઓ આવશે
આ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મંદિર વિશ્વ માટે એકતા અને સંવાદિતાનું પ્રતિક બની રહેશે. તેમણે આ મંદિરના નિર્માણમાં UAE સરકારની ભૂમિકાની પણ પ્રશંસા કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા ભવિષ્યમાં હજારો યાત્રીઓ આ મંદિરને જોવા માટે અબુ ધાબી આવશે.

શંકર મહાદેવને અબુધાબીના મંદિર વિશે શું કહ્યું?
ગાયક શંકર મહાદેવ પણ આ ભવ્ય મંદિરના લોકાર્પણમાં હાજરી આપી હતી. શંકર મહાદેવ અબુધબી BAPS મંદિર વિશે કહ્યું કે, ‘આપણા બધા ભારતીયો માટે આ ખૂબ જ ગર્વ અને આનંદનો દિવસ છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ શક્ય કરી શકે છે.