September 19, 2024

BCCI ધોની માટે જૂનો નિયમ પાછો લાવવાના મૂડમાં?

IPL 2025: મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહકવર્ગ ખુબ જ મોટો છે. ધોનીને ભારતની સાથે વિદેશમાં પણ એટલા જ ચાહનારા લોકો છે. જેને ધ્યાનમાં રાખીને BCCI મહેન્દ્ર સિંહ ધોની માટે IPLના જૂના નિયમને ફરીથી સ્થાપિત કરી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCI ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પહેલા ખેલાડીઓ માટેના નિયમોની જાહેરાત કરતી વખતે મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખી શકે છે.

અનકેપ્ડ પ્લેયરની સાથે સામેલ
વર્ષ 2008 અને વર્ષ 2021ની વચ્ચે, IPLમાં એક નિયમ હતો કે 5 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ક્રિકેટરને IPL ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયર તરીકે સામેલ કરી શકાય છે. ગયા મહિનામાં IPL વહીવટીતંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રિટેન્શનનો જૂનો નિયમ પાછો લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે CSK મેનેજમેન્ટને રાહત મળી શકે છે.

આ પણ વાંચો: અરશદ નદીમે બેગમની સામે ભેંસ આપનાર સસરાની ઉડાવી મજાક

ધોનીએ કહી હતી આ વાત
હજુ એ સ્પષ્ટ નથી થયું કે ધોની આગામી સિઝન એટલે કે IPL 2025 રમશે કે નહીં. થોડા દિવસ પહેલા એક મીડિયા સાથેની વાતમાં ધોનીએ કહ્યું કે IPL 2025 માટે હજુ ઘણો સમય છે અને તેઓએ જોવું પડશે કે BCCI ખેલાડીઓને રિટેન કરવા અંગે શું નિર્ણય લે છે.