May 3, 2024

IPL 2024: RCBએ મેચ હારતાની સાથે જ તોડ્યો ખૂબ જ શરમજનક રેકોર્ડ!

IPL 2024: ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ હતી. જેમાં બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. જેમાં ટીમના ત્રણ ખેલાડીઓએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

ખૂબ જ ખરાબ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ખુબ ખરાબ રહી હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને 7 વિકેટથી હારનો સામનો કરવાનો વારો છે. આ સિઝનમાં છઠ્ઠી મેચમાં આરસીબીની આ પાંચમી હાર મળી છે. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને પહોંચી ગયું છે. જેના કારણે એવું કહી શકાય કે પ્લેઓફમાં તેમની જગ્યા બનાવવાનો માર્ગ મુશ્કેલ જોવા મળી રહ્યો છે. ગઈ કાલની મેચમાં હાર થતાની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના નામે ખુબ ખરાબ રેકોર્ડ બન્યો છે. આ જે રેકોર્ડ બન્યો છે તે અત્યાર સુધી આઈપીએલમાં કયારે કોઈ ટીમના નામે બન્યો નથી.

આ પણ વાંચો: IPL 2024: યુઝવેન્દ્ર ચહલે તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ

પ્રથમ બેટિંગ કરવાનો મોકો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો. જેમાં રજત પાટીદાર, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિકની અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી હતી. ઈનિંગ દરમિયાન ત્રણ બેટ્સમેનોએ 50થી વધુ રનની ઈનિંગ્સ રમી હતી. જે થતાની સાથે IPLના ઈતિહાસનો આ પહેલો રેકોર્ડ બન્યો હતો. જેમાં એક ઈનિંગમાં 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી હોય પરંતુ તેમની ટીમ 200 રન પણ બનાવી શકી ન હતી. મુંબઈ ઈન્ડિયન્સે IPL ઈતિહાસમાં ત્રીજી વખત એવો રેકોર્ડ બનાવ્યો છે જેમાં સૌથી ઝડપી ગતિએ 190થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. વર્ષ 2014ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 32 બોલમાં 190 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ મેચમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ 15.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહી હતી. જોકે અહિંયા એ વાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.