May 2, 2024

મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ ફાફ ડુ પ્લેસિસે શું કહ્યું?

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગઈ કાલે મેચ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે જીત મેળવી હતી. મુંબઈની ટીમને જીત મળતાની સાથે MI પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગઈ છે.

ખૂબ જ મુશ્કેલ
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં જોરદાર મેચ રમાઈ હતી. RCB ટીમને નેટ રન રેટમાં ભારે નુકસાન થતાની સાથે તે 9માં સ્થાને પહોંચી ગયું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં RCBની હાર થતાની સાથે ફાફ ડુ પ્લેસિસ ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યો હતો. તેના ચહેરા પર જોવા મળી રહ્યું હતું કે તેને આ હાર સહન થઈ રહી ના હતી.

આ પણ વાંચો: ભારતીય ટીમની આ જોડી છે સીતા અને ગીતા

ફાફ ડુ પ્લેસિસે શું કહ્યું?
મેચ સમાપ્ત થયા બાદ નિરાશ ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ હારને પચાવવી ઘણી મુશ્કેલ છે. અમે આ મેચ બે કારણોથી હારી ગયા છીએ. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ઝાકળને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે બોલ ખૂબ જ ભીનો હતો, તેને ઘણી વખત બદલવામાં આવ્યો હતો અને બોલરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સૌથી નબળી કડી
બુમરાહ વિશે વધુ વાત કરતાં ફાફે કહ્યું કે મને લાગે છે કે તે લસિથ મલિંગાના માર્ગદર્શન હેઠળ વધુ સારો બન્યો છે. તેણે જણાવ્યું કે બોલિંગ અમારી સૌથી મજબૂત બાજુ નથી પરંતુ તેણે તેને ઠીક કરવાના રસ્તા શોધવા પડશે. બેટિંગ પર પણ અમારે વધારે મહેનત કરવી પડશે. રન ઉપર પણ વધારે ધ્યાન આપવું પડશે. જોકે અહિંયા એ વાત મહત્વની છે કે મુંબઈની ટીમમાં હવે જીવમાં જીવ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે શરૂઆતમાં મુંબઈની ટીમને ખુબ હારના સામનાની સાથે લોકોના ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો.