May 2, 2024

T20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માનું મોટું કારનામું!

IPL 2024: RCB સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 24 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 3 ફોર અને 3 સિક્સ મારી હતી. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં પોતાની 100 સિક્સ પણ પૂરી કરી હતી. અત્યાર સુધી આવું ધોની પણ નથી કરી શક્યો.

સંપૂર્ણપણે એકતરફી
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી સિઝન વાનખેડે સ્ટેડિયમમાં રમાણી હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ 7 વિકેટે જીતીને આ સિઝનમાં તેમની બીજી જીત હાંસલ કરી હતી. રોહિત શર્મા અને ઈશાનની જોડીએ કમાલ કરી દીધી હતી. આખી મેચ સંપુર્ણપણે એકતરફી કરી દીધી હતી. આ મેચમાં ભલે રોહિત શર્માએ 38 રનની ઇનિંગ રમી પરંતુ તેણે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જે અત્યાર સુધી વિરાટ કોહલી પણ ભારત માટે T20માં કરી શક્યો નથી.

શાનદાર સિક્સર
રોહિત શર્માએ RCB સામેની તેની ઇનિંગ દરમિયાન 3 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે એવો રેકોર્ડ બનાવ્યો કે જેમાં બાદ તે વિશ્વ ક્રિકેટનો 8મો ખેલાડી બન્યો હતો જેણે T20 ક્રિકેટમાં એક ગ્રાઉન્ડમાં 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડની યાદીમાં ત્રીજા સ્થાને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 73 સિક્સર ફટકારી છે. સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની લીસ્ટની વાત કરવામાં આવે તો રોહિત શર્મા 100 સિક્સર વાનખેડે સ્ટેડિયમ, મુંબઈમાં, ક્રિસ ગેલ – 151 છગ્ગા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, ક્રિસ ગેલ – 138 સિક્સર મીરપુર, વિરાટ કોહલી – 132 છગ્ગા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, એલેક્સ હેલ્સ – 126 સિક્સર ટ્રેન્ટ બ્રિજ, એબી ડી વિલિયર્સ – 120 છગ્ગા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, એવિન લેવિસ – 107 સિક્સર બેસેટેરે, ઇમરુલ કૈસ – 100 સિક્સર મીરપુર, રોહિત શર્મા – 100 સિક્સર વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ.

આ પણ વાંચો: રોહિત શર્મા ટીમ બસમાં નહીં પરંતુ આકાશ અંબાણી સાથે સ્ટેડિયમ પહોંચ્યો, VIDEO

ફાફ ડુ પ્લેસિસે શું કહ્યું?
મેચ સમાપ્ત થયા બાદ નિરાશ ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ હારને પચાવવી ઘણી મુશ્કેલ છે. અમે આ મેચ બે કારણોથી હારી ગયા છીએ. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ઝાકળને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે બોલ ખૂબ જ ભીનો હતો, તેને ઘણી વખત બદલવામાં આવ્યો હતો અને બોલરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.