October 5, 2024

India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી

India vs Zimbabwe T20 Series: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. જેમાં પ્રથમ મેચમાં ભારતની 13 રનને હાર થઈ હતી. ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે. ગઈ કાલની મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ ભારતીય ટીમે116 રનનો ટાર્ગેટ આપ્યો હતો .ભારતીય બેટ્સમેનો માત્ર 102 રન જ બનાવી શક્યા હતા. ભારતીય ટીમની હાર થતાની સાથે ક્રિકેટ ચાહકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા ચાહકો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ
ઝિમ્બાબ્વે સામે કોઈપણ ભારતીય બેટ્સમેન સતત બેટિંગ કરતા જોવા મળ્યો ના હતો. ગિલે 31 રન કર્યા હતા. તેના સિવાય કોઈ પણ ખેલાડીએ ઝિમ્બાબ્વેના બોલરો સામે ટકી શક્યા ના હતા. રિંકુ સિંહ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, અને રિયાગ પરાગ જેવા IPL સુપરસ્ટાર બેટ્સમેન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સપાટ પડી ગયા છે. આ ખેલાડીઓ બે આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી. ભારતીય ટીમે 22 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ફેન્સ થયા ગુસ્સે
ભારતીય બેટ્સમેનો સારૂ પ્રદર્શન ન કરી શક્યા તે બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ રજત પાટીદારને યાદ કર્યો હતો. જેમાંથી એક ચાહકે લખ્યું કે અમે આજે પાટીદારને મિસ કરી રહ્યા છીએ. બીજા એક યુઝરે લખ્યું કે રજત પાટીદાર અમને તારી જરૂર છે. એક યુઝરે લખ્યું છે કે રજત પાટીદારે ઝિમ્બાબ્વે સામે તેને પસંદ ન કરીને મોટી ભૂલ કરી છે. રજત પાટીદારે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2024માં સારી બેટિંગ કરી હતી અને છેલ્લી સિઝનમાં 177ના સ્ટ્રાઈક રેટથી 395 રન બનાવ્યા હતા.