December 23, 2024

IND vs SA T20I મેચ વરસાદને કારણે રદ થશે?

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચાર મેચોની T20 સિરીઝની પહેલી મેચ ડરબનના કિંગ્સમીડ મેદાનમાં રમાવાની છે. પરંતુ ત્યાનું હવામાન ખરાબ હોવાનું જણાઈ રહ્યું છે. ખરાબ હવામાન આ મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. આવો જાણીએ કે મેચ શરૂ થશે કે નહીં?

હવામાન ચાહકોની મજા બગાડશે?
સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ચાર મેચની T20 સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. સિરીઝની પહેલી મેચ ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાવાની છે. આ પહેલા બંને ટીમ જૂન મહિનામાં આમને-સામને આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. આ વખતે પણ ટીમ ઈન્ડિયાના ચાહકો આશા રાખી રહ્યા છે કે ભારતની ટીમની જીત થાય. પરંતુ આ વચ્ચે ચાહકોની મજા વરસાદ બગાડી શકે છે. જો વધારે વરસાદ પડશે તો વરસાદના વિક્ષેપને કારણે, રમત બંધ થઈ શકે છે અથવા તો રદ પણ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ડરબનનું હવામાન કેવું રહેશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનના કિંગ્સમીડ ખાતે રમાનારી T20 સિરીઝની પહેલી મેચમાં હવામાન કેવું રહેશે તેને લઈને ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે સાંજે ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થઈ રહી છે. આજના દિવસે ડરબનમાં વરસાદની 46 ટકા સંભાવના છે. 9 વાગ્યા સુધીમાં સારો વરસાદ પડી શકે છે. પવન 40 ટકા ઝડપે ફુંકાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે વરસાદ મેચની મજા બગાડે છે કે નહીં.