January 23, 2025

IND vs BAN: ટીમ ઈન્ડિયાની ખરી હવે પરીક્ષા દિલ્હીમાં થશે

India vs Bangladesh T20 Series: હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવે બીજી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પહેલી મેચ ગ્વાલિયરમાં રમી હતી. ભારતીય ટીમે સિરીઝની પહેલી મેચ ગ્વાલિયરમાં રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેચ જીતી હતી. હવે બીજી મેચનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું છે. બીજી મેચ જીતવી ભારત માટે મહત્વની છે. ત્યારે અમે તમને જણાવીશું કે શા માટે દિલ્હીની મેચ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે.

બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાણી છે. જેમાંથી બાંગ્લાદેશની ટીમે માત્ર એક મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ટીમ ઈન્ડિયાએ બાકીની તમામ મેચમાં જીત મેળવી હતી. બાંગ્લાદેશની ટીમ એક મેચ જીતી હતી તે દિલ્હીમાં જ રમાઈ હતી. આ સમયે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની કમાન તે સમયે રોહિતના હાથમાં હતી અને બાંગ્લાદેશની કમાન મુહમ્મુલ્લાહના હાથમાં હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

જીતના રથ પર ટીમ ઈન્ડિયા
ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમયથી જીત પ્રાપ્ત કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી સતત 8 T20 ઈન્ટરનેશનલ મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. જો ટીમ ઈન્ડિયા હવે આવનારી મેચ જીતશે તો સતત નવમી જીત હશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી.