ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જશે પાકિસ્તાન?
ICC Champions Trophy 2025: હવે પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ફરી વાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
ટીમ ઈન્ડિયા હવે પાકિસ્તાનનો પ્રવાસ કરશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું માનવું છે કે ટીમ ઈન્ડિયા હવે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયા આ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે વિશે કોઈ માહિતી સત્તાવાર રીતે સામે આવી નથી. એક રિપોર્ટ પ્રમાણે ICCની ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓનું નિરીક્ષણ કરીને પરત આવી છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટના સંગઠન અને સુરક્ષાને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે પણ આઈસીસીને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનાની શક્યતાઓ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આઈસીસીની ટીમ તપાસ માટે પાકિસ્તાન આવી હતી તે સંતુષ્ટ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન આવવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. આ સિવાય પીસીબીએ આઈસીસીને શિડ્યુલ જલ્દી જાહેર કરવાની પણ અપીલ કરી છે. હવે જોવાનું રહ્યું કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાન રમવા જશે કે નહીં.