June 26, 2024

આગામી થોડા કલાકોમાં આ રાજ્યોમાં તોફાન સાથે ભારે વરસાદ થઈ શકે…!, IMDએ એલર્ટ જાહેર કર્યું

Rain Red Alert: હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદને લઈને દેશના ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશના ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એટલું જ નહીં હવામાન વિભાગે કહ્યું છે કે આ વિસ્તારોમાં તોફાન અને વીજળી પડવાની સંભાવના છે.

બંગાળ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
IMDએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, આગામી 3 કલાકમાં, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ આસામ, મેઘાલય, પશ્ચિમ અરુણાચલ પ્રદેશમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અગાઉ શુક્રવારે, IMD એ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે ઓરેન્જ અને રેડ એલર્ટની ચેતવણીઓ આપી હતી અને આગામી થોડા દિવસો સુધી પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી હતી. ત્યારે IMDએ અરુણાચલ પ્રદેશમાં સોમવાર અને મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

 ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું
IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “17 અને 18 મેના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે (115.5-204.4 mm) વરસાદની સંભાવના છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5-204.4 mm) ની શક્યતા છે. IMDએ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું કે, આસામ અને મેઘાલયમાં 17 થી 19 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં 17 થી 19 જૂન, 2024 સુધી ગંભીર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.