November 19, 2024

હવામાન વિભાગની આગાહી, ત્રણ કલાક દક્ષિણ ગુજરામાં ધોધમાર વરસાદની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ, નર્મદા, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરી છે.

ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં ગુજરાત રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.