ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુ દર્શન કર્યા વગર પાછા ફર્યા, સરકારના દાવા નિષ્ફળ
Chardham Yatra: ચારધામની સરળ યાત્રા માટે સરકાર અને વહીવટીતંત્રના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. યાત્રાએ આવેલા અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વિના જ ઘરે પરત ફરવા લાગ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અત્યાર સુધીમાં ચાર હજાર શ્રદ્ધાળુઓ ઋષિકેશથી ઘરે પરત ફર્યા છે.
શ્રદ્ધાળુઓ ઘરે પરત ફર્યા
અત્યાર સુધીમાં 4 હજાર શ્રદ્ધાળુઓ ઋષિકેશથી ઘરે પરત ફર્યા છે. તીર્થયાત્રીઓ નિરાશ જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા પછી પણ દર્શન ના કરી શક્યા. આ તેમના જીવનનો ખરાબ અનુભવ હોવાનું જણાવી રહ્યા છે. આ લોકોને અસ્થાયી નોંધણી માટે રોકી દેવામાં આવ્યા હતા અને પછી આ સિસ્ટમ પણ બંધ થઈ ગઈ હતી. ઋષિકેશમાં રોકાયેલા લગભગ 12 હજાર યાત્રાળુઓને ધામની મુલાકાત લેવાની મંજૂરી આપવા વહીવટીતંત્રે અસ્થાયી નોંધણી કરવા વ્યવસ્થા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે આ નોંધણી બાદ યાત્રાળુઓને જે તે સ્થળ પર મોકલવામાં આવશે. પરંતુ એવું કંઈ પણ થયું નહીં. અંદાજે સાંજે 5 વાગ્યાની આસપાસ સોમવારના નોંધણીની સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: બદ્રીનાથ ધામમાં એકાએક બંધ થઈ દુકાનો, શ્રદ્ધાળુઓ થયા હેરાન
ઋષિકેશમાં બનેલા ટ્રિપ કાર્ડ્સ
20 મે સુધી અહીંથી 16,923 વાહનો માટે 23,063 ટ્રીપ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ વાહન થકી 1,52,963 શ્રદ્ધાળુઓએ અત્યાર સુધીમાં દર્શન કર્યા છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ 20 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જોકે હાલ મહત્વની વાત એ છે કે કામચલાઉ નોંધણી સિસ્ટમ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. જોકે તંત્રની બેદરકારીના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.