January 22, 2025

Google Doodleએ IPL 2024ની ફાઇનલની કરી ઉજવણી

Google Doodle: આઈપીએલ 2024 ફાઈનલ આજે છે. જેમાં ગૂગલે એક શાનદાર ડૂડલ તૈયાર કર્યું છે. આજની ફાઈનલ મેચ કોલકાતા અને હૈદરાબાદની ટીમ વચ્ચે રમાશે. આ મેચનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવશે. આ વખતે કોલકતાની ત્રીજી વખત આઈપીએલનું ટાઈટલ જીતી શકે છે. તો બીજી બાજૂ હૈદરાબાદની ટીમ ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવાની છે. આ વચ્ચે Google Doodleએ મુજી ડૂડલ બનાવ્યું છે.

ગૂગલ ડૂડલે કરી ઉજવણી
ગૂગલ ડૂડલ હમેંશા ખાસ દિવસની ઉજવણી કરે છે. ત્યારે આજના દિવસે પણ ગૂગલ ડૂડલ IPL 2024ની ફાઈનલની મેચને લઈને ઉજવણી કરી છે. આ ટુર્નામેન્ટ ખુબ સારી રહી છે. આ મેચ માટે ક્રિકેટ ચાહકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ગૂગલ ડૂડલને વાંચનારા લોકોની સંખ્યા પર વધારે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં KKR અને SRH વચ્ચે આજે ટાઈટલ માટે ટક્કર થશે. આજ સાંજે 7.30 કલાકે મેચ રમાવાની છે.

આ પણ વાંચો: IPL 2024 ફાઈનલ પહેલા શાહરૂખ ખાને સૌથી ખરાબ સમયને કર્યો યાદ

ઈતિહાસમાં પ્રથમ વખત
KKR એ ઈતિહાસ રચી દીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર હતી. IPLના ઈતિહાસમાં પહેલી વખત KKR પ્રથમ સ્થાન મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું. શ્રેયસ ઐયર (કેપ્ટન), સુનીલ નારાયણ, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી આ ખેલાડી રમી શકે છે.