November 5, 2024

વેરાવળનું પૌરાણિક શિવાલય, 300 વર્ષ જૂના જાગનાથ મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ જિલ્લાના વેરાવળમાં આવેલા જાગનાથ મહાદેવનું મંદિર ડોંગરેજી મહારાજે જીણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારબાદ દરવર્ષે શ્રાવણ માસમાં અહીંયા રબારી સમાજ તેમજ ખારવા સમાજના લોકો દર્શનાર્થે આવે છે.

આ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે અને શ્રાવણમાં દરમિયાન રોજ ભગવાનને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે છે. ખાસ કરીને તહેવારને લગતા દિવસે ભગવાનને તે શણગાર કરવામાં આવે છે અને સોમવારે ખાસ મહાપૂજા તેમજ વિશેષ દર્શન રાખવામાં આવે છે. શ્રાવણ માસના અમાસના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મંદિરે ભગવાન જાગનાથના દર્શન કરવાથી એક શિવ સાથે જીવનું મિલન થાય તેવાં દૃશ્યો સર્જાય છે. ખાસ કરીને આ વિસ્તારના લોકો અને જાગતા મહાદેવથી પણ ઓળખે છે અને હાલ અહીંયા દશનામી પરિવાર દ્વારા છેલ્લા 50 વર્ષથી પૂજા કરવામાં આવે છે. અહીંનું જાગનાથ ગ્રુપ મંદિરને પૂરતો સહયોગ આપે છે.