એલ્વિશ યાદવને ફરી EDનું સમન્સ, મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો
Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એક વાર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી છે. EDએ ફરી એકવાર એલ્વિશને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આજના દિવસે લખનૌમાં ED ઓફિસમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવામાં આવી શકે છે.
એલ્વિશ યાદવની પૂછપરછ
આ પહેલા પણ EDની ટીમે યુટ્યુબર એલ્વિશ યાદવની પૂછપરછ કરી હતી. એલ્વિશની મની લોન્ડરિંગ અને રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા જ્યારે એલ્વિશ યાદવની પૂછપરછ કરવામાં આવી હતી તે દિવસે 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા ના હતા તેવું જાણવા મળ્યું હતું. એ પછી હવે તેને ફરીથી બોલાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલ, મેડલ ટેબલમાં આ નંબરે
શું હતો કેસ?
એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપના ઝેરની ચોરી કરવાનો આરોપ છે. ગયા વર્ષે નવેમ્બરમાં નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી હતી. આ મામલામાં નોઈડા પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં, એલ્વિશ યાદવ નોઈડામાં એક રેવ પાર્ટીમાં સાપના ઝેરને લગતા કેસમાં સંડોવાયેલો જોવા મળ્યો હતો. નોઈડા પોલીસે એક રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યા બાદ એલ્વિશ યાદવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી જ્યાં સાપ અને ઝેર મળી આવ્યા હતા. બિગ બોસ ઓટીટી વિનરની નોઇડા પોલીસ દ્વારા કેટલાક કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી. પીપલ્સ ફોર એનિમલ્સ (PFA) સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, નોઈડા પોલીસે સેક્ટર 51 સ્થિત બેન્ક્વેટ હોલમાં દરોડા પાડી અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.