November 8, 2024

તહેવારની સિઝનમાં વજન વધી ગયું છે? આ પાણી પીવો વજન ઘટશે

Home Remedies for Weigh loss: આજના સમયમાં મોટા ભાગના લોકોની સમસ્યા છે વજનમાં વધારો. એક વખત વજનમાં વધારો થાય છે પછી તેને ઓછો કરવો એક સમસ્યા બની જતી હોય છે. ત્યારે અમે તમારા માટે ઘરેલું ઉપાયો લઈને આવ્યા છીએ. જે તમારો વજન ઉતારવામાં મદદ કરી શકે છે.

લીંબુ અને મધનો ઉપયોગ
એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નાંખો. તેમાં તમારે મધ અને એક ચપટી કાળા મરી નાંખવાની રહેશે. આ પાણી પીવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે.

વરિયાળીનું પાણી
6-8 વરિયાળીના દાણાને એક કપ પાણીમાં પાંચ મિનિટ સુધી તમારે ઉકાળવાનું રહેશે. તેને ગાળીને તમારે ચાની જેમ ગરમ ગરમ પીવાનું રહેશે. આ પાણી પીવાથી તમારા શરીરની તમામ ગંદકી સાફ થઈ જશે.

મેથીના દાણાનું પાણી
મેથીનું પાણી પીવાથી વજનમાં ઘટાડાની સાથે ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. મેથીને આખી રાત પલાડીને રાખો અને તેનું સવારે પાણી પી લો. આ પાણી પીવાથી તમારા શરીરમાં બીજી બિમારીઓ પણ દૂર રહેશે.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

જીરું પાણી
જીરાનું પાણી પીવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે. જો તમને સાંધાના દુખાવો હશે તો પણ તમને રાહત મળશે. જીરુંનું પાણી બળતરા અને સોજો ઘટાડવામાં અસરકારક છે.