November 18, 2024

રાજસ્થાન સામેની હાર બાદ શ્રેયસ અય્યર સામે BCCIની કાર્યવાહી

IPL 2024: ગઈ કાલની મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતાની ટીમ વચ્ચે મેચ હતી. જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. આ બાજૂ કોલકાતાની ટીમને 2 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં હાર બાદ BCCIએ KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને ઝટકો આપ્યો હતો.

બેવડું નુકસાન વેઠવું પડશે
IPL 2024માં 31મી મેચ કોલકાતા અને રાજસ્થાનની ટીમ વચ્ચે હતી. જેમાં કોલકાતાની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં કોલકાતાની ટીમે 223 રન બનાવ્યા હતા. એમ છતાં ટીમને હારવાનો વારો આવ્યો હતો. આ હારને પચાવી કોઈ પણ કેપ્ટન માટે મુશ્કેલ હોય, તેવું જ KKRના કેપ્ટન શ્રેયસ અય્યર સાથે પણ થયું હતું. ગઈ કાલની મેચમાં એટલા રન બનાવ્યા હતા એમ છતાં હારવાનો વારો આવ્યો હતો. આ હાર . KKRના કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ હાર પચાવવી ખુબ મુશ્કેલ હતી.

આ પણ વાંચો: MI vs CSK: રોહિત શર્માનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો દુઃખી

અય્યરને બેવડું નુકસાન થયું
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ તેની ટીમને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત IPLઆચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જો આવું બીજી વખત થાય છે તો વધારે દંડ ફટકારવામાં આવી શકે છે.

સૌથી વધુ રન બનાવ્યા
આ વર્ષની લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં વિરાટનું નામ મોખરે છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને રન 361 બનાવ્યા છે. બીજા નંબરની વાત કરવામાં આવે તો રાજસ્થાનના રિયાન પરાગ આવે છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને 318 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાનની વાત કરવામાં આવે તો સુનીલ નારાયણ આવે છે તેણે 6 મેચમાં 276 રન બનાવ્યા છે. ચોથા સ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનના કેપ્ટન આવે છે તેણે 276 રન બનાવ્યા છે. જોકે સંજુ અને સુનીલના રન સમાન જોવા મળી રહ્યા છે. સુનીલનો સ્ટ્રાઈક રેટ વધારે છે.