May 1, 2024

આજની મેચ પહેલા ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ વધી

IPL 2024: દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે ઋષભ પંતને મોટો ફટકો પડ્યો છે. દિલ્હીની ટીમના એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. હવે એક ખેલાડીને રમવા માટે સસ્પેન્સ કરવામાં આવ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ડેવિડ વોર્નર છે.

પ્રદર્શન ઘણું ખરાબ
રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઋષભ પંતને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હીની ટીમને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. IPL 2024માં દિલ્હીની ટીમનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. દિલ્હીની ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં 2માં જીત મળી છે. ટીમ અત્યારે ખેલાડીઓની સાથે પોઈન્ટ ટેબલમાં પણ વિક જોવા મળી રહી છે. પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર હાલ છે. આ વચ્ચે વધુ એક ખેલાડી સસ્પેન્સ કરી દેવામાં આવ્યો છે, જે ડેવિડ વોર્નર છે.

આ પણ વાંચો: રાજસ્થાન સામેની હાર બાદ શ્રેયસ અય્યર સામે BCCIની કાર્યવાહી

ઈજાથી તણાવ વધ્યો
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમને સૌથી મોટો ફટકો લાગ્યો છે. ખેલાડીઓની ઈજા થઈ રહી છે તે એક તો મોટી સમસ્યા બની ગઈ છે. હવે ડેવિડ વોર્નર ઈજાગ્રસ્ત છે. વાસ્તવમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચ દરમિયાન તેને ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તેના વિશે સસ્પેન્સ રાખવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે.

રિકી પોન્ટિંગે આ વાત કહી
રિકી પોન્ટિંગે કહ્યું કે છેલ્લી મેચ બાદ ડેવિડનો એક્સ-રે કરાવવામાં આવ્યો છે. જેમાં તેના હાથના ભાગમાં હજૂ ઘણો સોજો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મેચમાં બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કરવું પડશે. વિદેશી ખેલાડીઓના રૂપમાં અન્ય ઘણા વિકલ્પો છે. જેમાં તે જ્યે રિચર્ડસનને તક આપવામાં આવી શકે છે. રિચર્ડસન બીજા દાવ દરમિયાન પ્રભાવશાળી ખેલાડી તરીકે રમતા જોવા મળી શકે છે.