September 20, 2024

ભાજપમાં સામેલ થવા પર ચંપાઈ સોરેનની પહેલી પ્રતિક્રિયા, ‘મોદી-શાહ પર છે વિશ્વાસ’

Champai Soren: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ અંગે તેમણે આજે મૌન તોડ્યું. ચંપાઈ સોરેને કહ્યું છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં વિશ્વાસ છે. અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમે એક નવો અધ્યાય શરૂ કર્યો છે.

ચંપાઈ સોરેને કહ્યું, “અમે વિચાર્યું હતું કે નિવૃત્તિ લઈ લઈશું. પરંતુ, લોકોની માંગને કારણે હું રાજકારણમાં છું. પોતાનું સંગઠન બનાવવામાં સમય જાય છે. અમે અગાઉ અમારા વિચારો વ્યક્ત કર્યા હતા.

ચંપાઈ સોરેનના ભાજપમાં જોડાવું સત્તા પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)માટે મોટો ફટકો માનવામાં આવે છે. તો, ભાજપ ચંપાઈ સોરેનને એક મોટા આદિવાસી નેતા તરીકે પાર્ટીમાં સામેલ કરવા માટે ઉત્સાહિત છે.

ચંપાઈ સોરેને લગભગ એક મહિનાથી ચાલી રહેલી અટકળોનો અંત કરતાં તેમણે સોમવારે દિલ્હી ખાતે કેન્દ્રીય ગુહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઝારખંડ BJPના સહપ્રભારી હિમંતા બિસ્વા સરમા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું, 2 બાળક સાથે માતા તણાઈ… પૂર જેવી સ્થિતિ

સરમાએ બેઠકની તસવીર શેર કરતા કહ્યું, “આપણા દેશના પીઢ આદિવાસી નેતા ચંપાઈ સોરેન થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જી સાથે મુલાકાત કરી હતી. તેઓ 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

જણાવી દઈએ કે ભાજપની નજર ઝારખંડમાં આદિવાસી મતદારો પર છે. અહીં પાર્ટી પોતાના પ્રચારમાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનો સતત ઉલ્લેખ કરી રહી છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.