November 5, 2024

ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારતીયો મોજમાં

કેનેડાએ અયોધ્યામાં શ્રી રામ મંદિરને લઈને મોટો નિર્ણય લીધો છે , તારીખ 22 જાન્યુઆરીએ કેનેડામાં રહેતા ભારતીયો માટે ખાસ દિવસ બનાવી દીધો છે. જેમાં કેનેડાની 3 નગરપાલિકાઓએ 22 જાન્યુઆરીને “અયોધ્યા રામ મંદિર દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

અયોધ્યા રામ મંદિર દિવસ
કેનેડાની ત્રણ નગરપાલિકાઓએ જાહેરનામું બહાર પાડ્યું છે. હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશનના સ્થાપક અરુણેશ ગિરીએ માહિતી આપી હતી જેમાં તેમણે કહ્યું કે વિશ્વ જૈન સંગઠન કેનેડાએ મળીને 22 જાન્યુઆરીને “અયોધ્યા રામ મંદિર દિવસ” તરીકેની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ મિલ્ટનના મેયર તરફથી પણ અભિનંદનનો સંદેશ મોકલવામાં આવ્યો છે. વીજેએસસીના પ્રમુખ વિજય જૈને જણાવ્યું હતું કે, “આ વિશ્વભરના તમામ ધાર્મિક લોકો માટે આ એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. દરેક ભારતીયો દિવાળી ઉજવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેનેડામાં 100 વાહનો સાથે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન રવિવારના દિવસે કરવામાં આવ્યું છે. સોમવાર સુધી કેનેડામાં આવા 115 થી વધુ કાર્યક્રમોનું અંદાજે આયોજન નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાચો: મૈસૂરના મૂર્તિકારની કમાલની કલા, અવધ નરેશને આપ્યું મસ્ત બાળરૂપ

અમેરિકામાં અવધ નરેશ
વિદેશના હિન્દુઓ પણ આ અવરસની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થશે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કરવામાં આવશે. વિદેશમાં વસતા હિન્દુઓને પણ હવે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જોવાનો લ્હાવો મળશે.

ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય
અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે તે અનુસાર તારીખ 22 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રાખવામાં આવ્યો છે. રામ મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. આ મંદિર ત્રણ માળનું છે અને તેનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે. તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે. રામલલ્લાની મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.

આ પણ વાચો: અવધ નરેશ અમેરિકામાં દેખાશે, ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ સ્ટ્રિમિંગ