November 5, 2024

મંકીપોક્સ ભારત માટે બની શકે છે મોટું જોખમ? 15 દેશોમાં મળ્યા કેસ: WHOએ જાહેર કરી હેલ્થ ઈમરજન્સી

Monkeypox Threat: મંકીપોક્સ મહામારી સતત ફેલાતી જઈ રહી છે. મંકીપોક્સ પહેલાથી જ વિશ્વના 70 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તાજેતરમાં 15 દેશોમાં આ બીમારીના કેસ મળી આવ્યા છે. આજે પાકિસ્તાનમાં પણ મંકીપોક્સનો એક દર્દી મળી આવ્યો, જેનાથી ભારત માટે પણ ટેન્શન વધી ગઈ છે.

ભારતીય ડૉક્ટર્સે વ્યક્ત કર્યો મત
જો કે ભારતીય ડોક્ટરો તેને ભારત માટે ખતરનાક નથી ગણાવી રહ્યા. પરંતુ, WHOની ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. WHOની સલાહ મુજબ, જો લોકોને તેમની ત્વચા પર ફોલ્લીઓ અને ઘા થવા લાગે છે, તો તેઓએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ મંકીપોક્સ હોઈ શકે છે, જે એક ચેપી રોગ છે અને સંપર્ક દ્વારા અન્ય લોકોમાં ફેલાય છે.

આ 15 દેશોમાં ફેલાયો છે મંકીપોક્સ
જણાવી દઈએ કે પાકિસ્તાન, સ્વીડન, કોંગો, કેન્યા, રવાન્ડા, યુગાન્ડા અને બુરુન્ડી સહિત 15 દેશોમાં મંકીપોક્સના કેસ જોવા મળ્યા છે. વર્ષ 2022માં આ મહામારી અમેરિકા અને બ્રિટનમાં પણ ફેલાઈ હતી. અત્યાર સુધીમાં, આ રોગચાળાના લગભગ 27 હજાર દર્દીઓ મળી આવ્યા છે અને 1000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સામે આવો કેસ
જણાવી દઈએ કે ગઈ કાલે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક મંકીપોક્સનો દર્દી જોવા મળ્યો હતો, જે 3 ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો. પાકિસ્તાની આરોગ્ય મંત્રાલયે રોગચાળાના કેસની તપાસની પુષ્ટિ કરી અને કહ્યું કે દર્દીને અલગ રાખવામાં આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં રોગચાળાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.