January 23, 2025

કોંગ્રેસને વધુ એક ઝટકો, પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પાર્ટીને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે તેવી જોવા મળી રહી છે.  ફરી એક વખત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હવે પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.

રાજીનામાનો પત્ર શેર
લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. આ પહેલા કોંગ્રેસની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાજીનામાનો પત્ર પણ શેર કર્યો છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટી દિશા વિના આગળ વધી રહી છે અને હું તેમાં સારૂ અનુભવી રહ્યો નથી.

આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક ફટકો, બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા

રાજીનામું આપી રહ્યો છું
ગૌરવ વલ્લભે પોસ્ટમાં આગળ લખ્યું કે હું સવાર-સાંજ સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકતો નથી કે દેશના સંપત્તિ સર્જકોનો દુરુપયોગ કરી શકતો નથી. તેથી, હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. ગઈ કાલે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બોક્સર વિજેન્દર કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા છે. વિજેન્દર સિંહે કોંગ્રેસની ટિકિટ પર 2019માં લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેમને હારનો સામનો કરવાના વારો આવ્યો હતો.

મથુરા સીટ પર મહામંથન
છેલ્લા કેટલાક દિવસોથી મથુરા સીટ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે તેમનું નામ ચર્ચામાં આવી રહ્યું હતું. ભાજપે તો હેમા માલિનીને તે સીટ માટે ફરી ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ પણ આ સીટમાં વિજેન્દર સિંહના નામ પર વિચાર કરી રહી હતી. પરંતુ આ વચ્ચે વિજેન્દર સિંહનું રાજીનામું પડી ગયું છે. જેના કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હવે આ સીટ પરથી કોંગ્રેસ કોને ઉતારે છે તે જોવાનું રહ્યું.