November 5, 2024

અંબાજી મંદિરે નવરાત્રિમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો શિડ્યૂલ

અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરે નવરાત્રિમાં દર્શને આવતા યાત્રિકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિમાં અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

3જી ઓકટોબરના રોજ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમ ગુરૂવારે 3જી ઓક્ટોબરથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

  • ઘટ સ્થાપન – આસો સુદ એકમ, ગુરૂવાર, 3જી ઓક્ટોબર સવારે 11થી 12 વાગ્યા સુધી
  • આરતી સવારે – 7.30થી 8.00
  • દર્શન સવારે – 8.00થી 11.30
  • રાજભોગ બપોરે – 12.00 કલાકે
  • દર્શન બપોરે – 12.30થી 16.15
  • આરતી સાંજે – 18.30થી 7.00
  • દર્શન સાંજે – 7.00થી 21.00
  • આસો સુદ આઠમ, 11મી ઓક્ટોબરે આરતીનો સમય સવારે 6.00 કલાકે
  • ઉત્થાપન – આસો સુદ આઠમ, શુક્રવાર, 11મી ઓક્ટોબરે સવારે 10.00 કલાકે
  • આસો સુદ 10 – વિજયા દશમી, સમી પૂજન, 12મી ઓક્ટોબર, સાંજે 5.00 કલાકે
  • દૂધ-પૌઆનો ભોગ – 16મી ઓક્ટોબર, બુધવાર રાતે 12 વાગ્યે કલાકે કપૂર આરતી
  • આસો સુદ પૂનમ – 17મી ઓક્ટોબરે આરતીનો સમય સવારે 6.00 કલાકે
  • 18મી ઓક્ટોબરથી દર્શન-આરતીનો સમય રાબેતા મુજબ રહેશે