May 6, 2024

અમદાવાદ પૂર્વ બેઠકનાં લેખાજોખાં, જાણો જાતિગત સમીકરણથી કયો સમાજ નિર્ણાયક

મલ્હાર વોરા, અમદાવાદઃ અમદાવાદ જિલ્લાની કુલ બેમાંથી એક લોકસભા બેઠક છે અમદાવાદ પૂર્વ લોકસભા સીટ. જો કે, વર્ષ 2008માં સંસદીય મત વિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગરૂપે બનાવવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક આ બેઠક ઉપરથી ચૂંટણીને આવ્યા હતા. જ્યારે વર્ષ 2014માં બીજી વખત ચૂંટણી આ બેઠક પરથી યોજાઈ હતી. જેમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલે આ બેઠકનું નેતૃત્વ કર્યું હતું. તદુપરાંત વર્ષ 2019માં આ બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ વિજય થઈને અમદાવાદ પૂર્વનો શું કામ સંભાળ્યું હતું. ત્યારે વર્ષ 2024માં આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી વખત હસમુખ પટેલને જવાબદારી સોંપાય છે, તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.મહત્વનું છે કે, આ બંને નેતાઓ અમદાવાદ પૂર્વની પરિસ્થિતિઓથી વાકેફ હોવાના કારણે આ બેઠક ઉપર રસાકસીનો જંગ જામે તો નવાઈ નહીં.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2009માં પ્રથમ વખત અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરિન પાઠક વિજેતા બન્યા હતા. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે અને ભારત દેશનું સાતમા ક્રમનો મોટું શહેર છે. વર્ષ 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભાની એક જ બેઠક હતી. પરંતુ વર્ષ 2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં અસ્તિત્વમાં આવી છે. જેમાં વર્ષ 2009માં પ્રથમ વખત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમદાવાદ પૂર્વના બીજેપી પક્ષ દ્વારા હરિન પાઠકને જવાબદારી સોંપી હતી અને હરિન પાઠક પણ 2009માં અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી વિજય મેળવ્યો હતો. જ્યારે અગાઉ પણ હરીન પાઠક સુધી આ બેઠકનું નેતૃત્વ કરેલું હતું. પરંતુ વર્ષ 2014માં યોજાયેલી અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક ઉપર બીજેપી પક્ષ દ્વારા ફિલ્મ અભિનેતા પરેશ રાવલને મેદાનમાં ઉતાર્યા હતા અને પરેશ રાવલ પણ આ બેઠક ઉપરથી જીત હાંસલ કરી હતી. જ્યારે વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક ઉપરથી સ્થાનિક ઉમેદવાર એવા હસમુખ પટેલને ઉતાર્યા હતા અને તેઓ જંગી બહુમતીથી વિજય બન્યા હતા. ત્યારબાદ ફરી એક વખત બીજેપી પક્ષે હસમુખ પટેલની પસંદગી કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનું A to Z, જાણો તમામ માહિતી

અમદાવાદ પૂર્વ લોકસભામાં ગાંધીનગર દક્ષિણ, નિકોલ, નરોડા, દહેગામ, વટવા, ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો ઉપર વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. અમદાવાદ પૂર્વ લોકસભા ઉમેદવાર હસમુખ પટેલે ગત લોકસભાની 61.76% મતથી વિજય બન્યા હતા. જેમાં તેમને 7,49,834 મત મળ્યા હતા. આ બેઠકે તેમને 4,34,330ના લીડથી જીત અપાવી હતી. જો કે, બીજેપીના ઉમેદવાર હસમુખ પટેલના પ્રોફાઈલ ઉપર એકવાર નજર કરીએ તો હસમુખ પટેલ અગાઉ બે ટર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે. ત્યારબાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ તરીકે તેમને ધારાસભ્ય તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. ત્યારે વર્ષ 2019માં બીજેપી પક્ષે તેમને લોકસભાની ટિકિટ આપી હતી જેમાં તેઓ જીત કરી હતી.

આમ તો અમદાવાદ પૂર્વની બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામ, દેગામમાં પાટીદાર ઠાકોરોનું વર્ચસ્વ તેમજ નરોડામાં સિંધી પર પ્રાંતિયાના મતો જોરદાર પ્રભાવિત કરે છે. તથા વટવામાં મુસ્લિમ અને ત્યાં મતદારોનું પ્રભુત્વ રહેલું છે. તેમ જ નિકોલ, ઠક્કરબાપા નગર, બાપુનગરમાં પાટીદાર પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. 1951થી 1984 સુધી કોંગ્રેસ-અપક્ષની વચ્ચે શું આ બેઠક ઉપર રહ્યું હતું. પરંતુ ત્યારબાદ આ બેઠક ઉપર એટલે કે વર્ષ 1989થી આ બેઠક ઉપર હરિન પાઠક વર્ષ 2009 સુધી આ બેઠક પર સતત જીત હાંસલ કરતા આવ્યા છે..

અમદાવાદ પૂર્વ લોકસભાના બેઠકના જાતિ સમીકરણ હેઠળ જો નજર કરવામાં આવે તો આ બેઠક ઉપર પાટીદાર 17%, વણિક 6 ટકા, ઓબીસી 16%, દલિત 17%, મુસ્લિમ ૯ ટકા, બ્રાહ્મણ 8% તથા રાજપૂત 9% અને અન્ય જાતિઓ મળીને 21 ટકા જોવા મળી છે. પરંતુ આ વખતે અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર બંને પક્ષોના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કારણ કે, કોંગ્રેસ પક્ષે પણ ઓળખ્યા વિસ્તારમાં રહેતા અમદાવાદ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. હિંમતસિંહ પટેલ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓની હાર થઈ હતી. જો કે, આ વખતે અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસ પક્ષે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. હિંમતસિંહ પટેલ કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતાઓમાંથી એક નેતા માનવામાં આવે છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં તેમનું વર્ચસ્વ પણ જોવા મળે છે. તેમણે સ્થાનિક કાર્યકર્તાઓથી લઈને વિધાનસભા સુધીની રાજકીય સફર ખેડી છે. હિંમતસિંહ પટેલ અમદાવાદ કોર્પોરેશન વિવિધ ટર્મમાં કાઉન્સિર સહિત એક ટર્મ અમદાવાદના મેયર તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ વર્ષ 2017માં પણ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં વિજય બન્યા હતા. પરંતુ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તે ચૂંટણી હારી ગયા હતા. હિંમતસિંહ પટેલ પૂર્વ વિસ્તારની તમામ પરિસ્થિતિથી વાકેફ છે. જેથી આ વખતે અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર છેલ્લા પાંચ વર્ષના પરિણામની વાત કરીએ તો આ બેઠક પર છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં પાટીદાર, દલિત, obc સમાજનું ખૂબ પ્રભુત્વ રહેલું છે. કારણ કે આ બેઠકમાં પાટીદાર 17 ટકા જોવા મળ્યા છે. obc 16 ટકા અને દલિત 17 ટકા વસ્તી જોવા મળી છે. જેથી આ સમાજના માધ્યમથી ઉમેદવારનું ભાવિ નક્કી થતું હોય છે. આમ તો, અમદાવાદ પૂર્વ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પક્ષે પણ સ્થાનિક નેતાને ટિકિટ આપીને ભાજપ પક્ષ સામે પડકાર ફેંક્યો છે. જો કે, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર બીજેપીના હસમુખ પટેલ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સ્થાનિક કક્ષાએથી ચૂંટણી લડી વિસ્તારમાં વર્ચસ્વ જમાવ્યું છે, જેથી આ વખતે બેઠકમાં ભારે રસાકસી જોવા મળશે.