રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમમાં 70 ટકાનો વધારો
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યમાં અતિભારે વરસાદ બાદ પરિસ્થિતિ કપરી બની રહી છે. ભારે વરસાદને કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સાથે સાથે અનેક વાહનોમાં પણ નુકસાન થયું છે. એક્સપર્ટનુ માનીયે તો પુરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્સ્યોરન્સ ક્લેમમાં 70 ટકાનો વધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે. ખાસ કરીને વડોદરા અને સમગ્ર સૌરાષ્ટ્રમા મેધરાજાએ જે રીતે કહેર વર્તાવ્યો તેનાથી કરોડો રૂપિયાનુ નુકસાન થયુ છે. સરકારની સુચના છતા પણ અનેક લોકો ભર વરસાદમાં ક્યાક ફરવા નિકળ્યા હતા તો પાણી બેઝમેન્ટમાં ધુસી જતા કાર અને ટુ વ્હીલરને નુકસાન થયુ છે. પાણીમાં વાહન બંધ થઇ જવા છતા પણ અનેકવાર વાહન ચાલુ કરવાના પ્રયાસમાં તેનુ એન્જીન લોક થઇ જાય છે અને તેને કારણે વાહનચાલકે પોતાનુ વાહન ઇન્સ્યોરન્સ ક્લેમમાં મુકવુ પડી રહ્યુ છે. જે રીતે વરસાદે માજા મુકી હતી તેને લઇને ક્લેમમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: TMKOC: તારક મહેતા… ફેમ સોનુ બનશે દુલ્હન, જાણો કોણ છે તેનો પતિ?
ન્યૂઝ કેપીટલ સાથેની વાતચીતમાં કોન્સેપ્ટ હ્યુન્ડાઇના બિઝનેસ હેડ જીન્મય શાહે જણાવ્યુ હતુ કે, આ વરસાદમાં જે પ્રકારની નુકસાની સામે આવી છે તે એન્જીન રિલેટેડ નુકસાની આવી છે. એન્જીનમાં પાણી ઘૂસી જવાને કારણે અથવા તો કારની અંદર પાણી ધસી જવાને કારણે મસમોટુ નુકસાન થાય છે. વાહન માલિકે કોમ્પ્રીહેન્સીલ પોલિસી લીધેલી હોય તો તેણે નિયમ મુજબ એક હજાર રૂપિયા ભરીને તમામ ચીજવસ્તુઓ મળી રહે છે પરંતુ જો સસ્તી અને કંઇપણ ચોક્સાઇ વગર થર્ડ પાર્ટી પોલિસી લેવામા આવી હોય તો ક્લેમ પાસ થઇ શકતો નથી. અને તેમાં ચાલકે એક લાખથી લઇને ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચો ખુદ ભોગવવાનો આવે છે. અને હાલમાં એટલી મોટી સંખ્યામાં કાર ઇન્સયોરન્સમાં આવી છે કે જેના કારણે ચાલકે નવું એન્જીન લગાવીને કાર શોરૂમમાંથી આવતા બે થી અઢી મહિનાનો સમય લાગી શકે છે.
કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી
દરેક વાહન ચાલકે પોતાની કાર માટે કોમ્પ્રીહેન્સીવ પોલિસી લેવી જરૂરી છે. કોમ્પ્રીહેન્સિવ મોટર ઇન્સ્યોરન્સ એ એક એવી પોલિસી છે જે વાહનને વિવિધ પ્રકારની નુકસાનોથી કવર કરે છે. જો ચાલક પાસે આ પોલીસી હશે તો કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન માટે દાવો કરી શકે છે કોમ્પ્રીહેન્સીવ પોલિસીમાં વરસાદથી થયેલા નુકસાન, વૃક્ષો પડવાથી અથવા ભૂસ્ખલનથી થયેલા નુકસાન માટે પણ વળતર મળી શકે છે. જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં આવું કવરેજ મળતુ નથી. મોટર વાહન કાનૂન 1988 મુજબ, પૂર, વરસાદ, તોફાન અથવા અન્ય કોઈપણ કુદરતી આફતને કારણે થયેલા નુકસાનને નુકસાન કવર હેઠળ આવરી લેવામાં આવે છે. એટલા માટે ખાસ ચોમાસા દરમિયાન એવો વીમો પસંદ કરો જેમાં એન્જિન પ્રોટેક્શન એડ-ઓનનો વિકલ્પ હોય.
વરસાદમાં શુ ધ્યાનમાં રાખવુ જોઇએ
પાણી ભરાયેલ જગ્યામાં વાહન લઇ જવામાં આવ્યુ હોય અને જો વાહન બંધ થઇ જાય તો તેને ચાલુ કરવાનો પ્રયાસ ન કરશે. આમ કરવામા આવશે તો કારને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ઉપરાંત વાહનને ઝાડની નીચે ન મુકતા ખુલ્લી જગ્યામાં પાર્કીગમાં મુકવુ જોઇએ.
વાહનને ચાલુ ન કરતા તેને ધકેલીને બહાર લાવવુ જોઇએ
વાહનનના નુકસાનના ફોટો અને વિડીયો લેવાનુ ભુલશો નહી. આપનુ વાહન કેટલા પાણીમાં ડુબ્યુ છે તે માટે ઇન્સયોરન્સના દાવામાં મદદ કરી શકે છે.