November 5, 2024

Ahmedabad Rath Yatra 2024: ત્રણેય રથનું નિજમંદિર તરફ પ્રસ્થાન

RathYatra 2024: અમદાવાદમાં 147મી રથયાત્રા યોજાઈ છે. ત્યારે વહેલી સવારથી જ જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરી ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા. પછી ભગવાનને વિધિવત્ રીતે રથમાં બેસાડવામાં આવ્યા હતા.

  • ગજરાજ સહિત ટ્રક અને રથોએ નિજમંદિર તરફ પ્રયાણ કર્યું.
  • ગજરાજ રંગીલા ચોકી પહોંચ્યા.
  • ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા.
  • વિરામ બાદ ફરીથી રથયાત્રા શરૂ, સરસપુરથી ત્રણેય રથ રવાના.
  • ત્રણેય ભાઈ-બહેનોને મોરપીંછવાળો મુગટ, સોનાનો હાર સહિતનાં લાખેણાં દાગીના અર્પણ કરવામાં આવ્યું.
  • ભગવાનને લાખેણું મામેરું અર્પણ કરવામાં આવ્યું
  • ત્રણેય રથ સરસપુર પહોંચ્યા, મામેરું ભરાશે.

  • રથયાત્રામાં 108 ઇમર્જન્સી આવતા જગ્યા આપવામાં આવી.
  • ત્રણેય રથ કાલુપુરથી સરસપુર તરફ રવાના, થોડીવારમાં પહોંચશે.
  • ત્રણેય રથ રાયપુર ચકલા પહોંચ્યા
  • ગજરાજ સહિત ટ્રક સરસપુર પહોંચ્યા.

  • ત્રણેય રથ ઢાળની પોળ પહોંચ્યા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા.

  • ત્રણેય રથ AMC પહોંચ્યા. મેયરે પ્રથમ નાગરિક તરીકે ત્રણેય રથનું સ્વાગત કર્યું.
  • ગજરાજનું સરસપુર તો રથ ખાડિયા પહોંચ્યા.
  • ગજરાજ કાલુપુર પહોંચ્યા, રથ ખમાસાથી આગળ વધ્યાં.

  • ત્રણેય રથ જમાલપુર દરવાજાથી આગળ વધ્યાં
  • ગજરાજ રાયપુર દરવાજાથી આગળ વધ્યાં.

આ પણ વાંચોઃ રથયાત્રામાં અખાડા બન્યાં આકર્ષણનું કેન્દ્ર, પટ્ટાબાજી-તલવારબાજી સહિત મલખમના કરતબ

  • ટ્રક AMCથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.
  • રથયાત્રાનો અદ્ભુત ડ્રોન નજારો, ભક્તોનું ઘોડાપુર ભગવાનના દર્શનાર્થે ઉમટ્યું.

  • ટ્રક જમાલપુર દરવાજા પહોંચ્યા, ગજરાજ આસ્ટોડિયા પહોંચ્યા

આ પણ વાંચોઃ અમદાવાદની 147મી રથયાત્રાનો ડ્રોન નજારો, લાખો લોકો ઉમટી પડ્યાં

  • મંદિર પરિસર જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું

  • જગતના નાથ નીકળ્યા નગર ચર્યાએ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • મુખ્યમંત્રીએ સોનાની સાવરણી વડે રથના પ્રસ્થાન પહેલા તેમનો માર્ગ સાફ કરવાની વિધિ કરી હતી.
  • CM ભૂપેન્દ્ર પટેલે દર્શન બાદ કરી પહિંદ વિઘિ
  • ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર પહોંચી કર્યા દર્શન
  • CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નિજ મંદિર, થોડીવારમાં કરશે પહિંદ વિધિ
  • કૃષિમંત્રી રાઘવજી પટેલ જગન્નાથ મંદિર પહોંચી ભગવાન જગન્નાથના કર્યા દર્શન
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા.
  • મોટા ભાઇ બળભદ્રજી તલધ્વજ રથમાં સવાર થયા છે.
  • બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થયા છે.
  • ભગવાન જગન્નાથ નંદિધોષ રથમાં સવાર થયા છે.
  • ભગવાન જગન્નાથને ઢોલ નગારા સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા

  • અમિત શાહે કરી જગન્નાથ મંદિરમાં મંગળા આરતી
  • હજારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટ્યા
  • જગન્નાથજીના દર્શન કરવા મોડી રાતથી ભક્તો લાઈન મા ઉભા રહ્યા છે.

દર વર્ષે અમદાવાદમાં નીજ મંદિરથી ધામધૂમ પૂર્વક રથયાત્રા નીકળવામાં આવે છે. અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 30 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી  ના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

સતત અપડેટ ચાલુ છે…