December 23, 2024

IPL 2024ની પ્રથમ મેચ આ દિવસે રમાશે

અમદાવાદ: ક્રિકેટપ્રેમીઓ IPL 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે તારીખોને લઈને મોટો ખુલાસો થયો છે. એક બાજૂ થોડા જ મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજૂ IPL 2024. કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી એપ્રિલમાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 22 માર્ચે રમાઈ શકે છે. જોકે, IPL અને BCCI દ્વારા આ મુદ્દે કોઈ સત્તાવાર માહિતીની જાહેરાત કરવામાં આવી નથી.

ઓપનિંગ સેરેમની
એક અહેવાલમાં આપેલી માહિતી અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી શરૂ થવાની છે. ટૂર્નામેન્ટની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પરથી શરૂ કરવામાં આવશે. તેની પહેલા ઓપનિંગ સેરેમની કરવામાં આવશે. જો કે આ અહેવાલ અનુસાર તે જાણકારી આપવામાં આવી નથી કે CSKની સામે કંઈ ટીમ મુકાબલો કરશે. આવનારા દિવસોમાં તેની માહિતી પણ સામે આવી શકે છે.

ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર
આઈપીએલ આગામી દિવસોમાં ટૂર્નામેન્ટનું શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી શકે છે. જેમાં તારીખની સાથે ટુર્નામેન્ટનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ 10-12 દિવસનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે બીજી બાજૂ IPL પણ આવી રહી છે. જેના કારણે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે ત્યાર બાદ IPL સમગ્ર શેડ્યૂલની પુષ્ટિ કરવામાં આવશે.

સૌથી સફળ બોલર
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ રાંચી ટેસ્ટમાં નહીં રમે. જોકે 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 3 મેચમાં જસપ્રીત બુમરાહએ જોરદાર પ્રદર્શન કર્યું છે. જો જસપ્રીત બુમરાહ મેચ નહીં રમે તો તેનો ફાયદો ઈંગ્લેન્ડની ટીમ ઉઠાવી શકે છે.