લોકગાયક વિજય સુવાડા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં કરાઇ ધરપકડ
અમદાવાદ: લોકગાયક વિજય સુવાડા સહિત 30 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદ મામલે આજે મોટી અપડેટ સામે આવી છે. આજે, લોકગાયક વિજય સુવાડા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તેમના હજાર થતાંની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઓઢવમાં લોકગાયક વિજય સુવાડા, તેમના ભાઈ સહિત 30 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે, ઓઢવ પોલીસ સ્ટેશન વિજય સુવાડા હાજર થતા પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: રાજ્યમાં 102 ડેમમાં 100 ટકા પાણી; 118 ડેમ હાઇએલર્ટ પર
ઉલ્લેખનીય છે કે, વિજય સુવાળા, તેમના ભાઈ અને અન્ય 30 લોકો વિરુદ્ધ ભાજપના નેતા અને જમીન દલાલ દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં ફરિયાદીએ વિજય સુવાળા વિરુદ્ધ 2020થી ચાલી રહેલા મનદુખને લઈ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપતા હતા. વધુમાં, 15-20 ગાડી લઈ હુમલો કરવા આવ્યા હતા. સમગ્ર મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.