November 6, 2024

જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે નેશનલ કોન્ફરન્સના 32 ઉમેદવારોનું બીજી લિસ્ટ જાહેર

Jammu Kashmir Elections: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે નેશનલ કોન્ફરન્સે 32 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ પાર્ટીએ 18 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ બેઠક પરથી ચૂંટણી લડશે. કંગન બેઠક પરથી મેહર અલી ચૂંટણી લડશે તો હઝરતબલ બેઠક પરથી સલીમ અલી સાગર ચૂંટણી લડશે.

આ પહેલા બિજબેહારા સીટ માટે પોતાના ઉમેદવાર બશીર અહેમદ વીરી સાથે રવાના થયા બાદ ઓમર અબ્દુલ્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમે અમારો મેનિફેસ્ટો લોકોની સામે રાખ્યો છે. કોંગ્રેસ સાથે સીટ શેરિંગ એગ્રીમેન્ટ કર્યું છે. પ્રયાસ એ હતો કે ભાજપ અને તેના સમર્થક પક્ષો સામે એક જ મોરચો ઊભો કરીને તેમની સામે ચૂંટણી લડવામાં આવે જેથી સફળતાની સંભાવનાઓ વધી જાય. તેમાં માટે એ વાતનો અહેસાસ છે કે અમારા અનેક મિત્રો એવા છે જેમણે પાંચ-દસ વર્ષ ખૂબ મહેનત કરી છે. અને તેઓ નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર ચૂંટણી લડવા માંગતા હતા. આ પહેલા નેશનલ કોન્ફરન્સ દ્વારા 18 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

નેશનલ કોન્ફરન્સના 18 ઉમેદવારોની પ્રથમ યાદી
1. નિવૃત્ત જસ્ટિસ હુસૈન મસૂદી, પંપોર
2. મોહમ્મદ ખલીલ બંદ, પુલવામા
3. મોહિઉદ્દીન મીર, રાજપોરા
4. શૌકત હુસૈન ગની, જૈનપોરા
5. શેખ મોહમ્મદ રફી, શોપિયાં
6. સકીના ઇટ્ટુ, ડીએચ પોરા
7. પીરઝાદા ફિરોઝ અહેમદ, દેવસર
8. ચૌધરી ઝફર અહેમદ, લારનૂ
9. અબ્દુલ મજીદ લારમી, અનંતનાગ પશ્ચિમ
10. ડૉ. બશીર અહેમદ વીરી, બિજબિહાડા
11. રિયાઝ અહેમદ ખાન, અનંતનાગ પૂર્વ
12. અલ્તાફ અહેમદ કાલુ, પહેલગામ
13. મહેબૂબ ઈકબાલ, ભદ્રવાહ
14. ખાલિદ નજીબ સોહરવર્દી, ડોડા
15. અર્જુન સિંહ રાજુ, રામબન
16. સજ્જાદ શાહીન, બનિહાલ
17. સજ્જાદ કિચલુ, કિશ્તવાડ
18. પૂજા ઠાકુર, પાદર નાગાસાની