October 5, 2024

Jio Low Recharge Plan 2024: 90 દિવસ માટે Jioની આ શાનદાર ઓફર

Jio Low Recharge Plan 2024: રિલાયન્સ જિયોએ તેના રિચાર્જમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે વપરાશકર્તાઓ વિચારી રહ્યા છે કે હવે શું કરવું. એવા કયો પ્લાન કરવવો જે બેસ્ટ રહેશે. ત્યારે આજે અમે તમને Jioના એ પ્લાન વિશે માહિતી આપવાના છીએ જે તમને અનલિમિટેડ કૉલિંગ માટે 20GB ડેટા વધારાનો મળશે.

વધુ પૈસા ખર્ચવા પડશે
રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. હવે તમામ કંપનીએ પોતાના રિચાર્જમાં વધારો કરી દીધો છે.  Jio યુઝર્સને પહેલો ઝટકો લાગ્યો હતો. જેમાં હવે બાદ હવે Jio યુઝર્સને ફ્રી કોલિંગ, ડેટા અને OTT સબસ્ક્રિપ્શન માટે વધુ પૈસા ખર્ચવા પડશે. જ્યારથી રિચાર્જ મોંઘા થયા ત્યારથી યુઝર્સ સસ્તા પ્લાન શોધી રહ્યા છે. જો તમે પણ Jio સિમનો ઉપયોગ કરો છો અને ઓછા ખર્ચે વધુ નફાકારક પ્લાન શોધી રહ્યા છો, આજે અમે તમારા માટે જે માહિતી લઈને આવ્યા છીએ તે ચોક્કસ ઉપયોગી બનશે.

આ પણ વાંચો: Motorola Razr 50 Ultra ભારતમાં 4 જુલાઈએ થશે લોન્ચ

આ પ્લાન છે સસ્તો
ભાવ વધારા બાદ પણ Jio પાસે હજુ પણ શાનદાર ઓફર્સ સાથે પ્લાન છે. Jioના લિસ્ટમાં 899 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાન 90 દિવસની લાંબી વેલિડિટી ઓફરમાં છે. જેમાં તમે 90 દિવસ સુધીમાં ફ્રી કોલિંગ અને રોજના 100 ફ્રી SMS પણ મળશે. જો તમે આ પ્લાન કરાવશો તો તમારે 90 દિવસ સુધી અન્ય કોઈ રિચાર્જની જરૂર નહીં પડે. આ પ્લાનમાં તમને 180GB ડેટા આપવામાં આવે છે. તમે દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સાથે Jio Cinema અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ સાથે જ તમને Jio Cloudની ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.