January 23, 2025

LSG vs RR: રાજસ્થાન રોયલ્સ જીત બાદ પ્લેઓફની નજીક

IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની ગઈ કાલે મેચ હતી. જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. આ મેચ લખનૌમાં હતી. જેમાં ઘર આંગણે લખનૌની ટીમને હારવાનો વારો આવ્યો હતો. ગઈ કાલની મેચ બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ મજબૂત બની ગઈ છે.

કેવી રહી કાલની મેચ?
ગઈ કાલે લખનૌ અને રાજસ્થાનની ટીમ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો. જેમાં સંજુ સેમસને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ ટીમને 120 બોલમાં 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ પછી 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 199 રન બનાવીને મેચ જીતી હતી.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

આ ખેલાડીઓ મેચના હીરો
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ દાવમાં તેણે બોલિંગ કરી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે મેચની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી. મેચની બીજી ઇનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનરોની ખુબ ઝડપી શરૂઆત કરી હતી. સંજુએ 33 બોલમાં 71 રન, ધ્રુવ જુરેલે 34 બોલમાં 52 રન બંને બેટ્સમેન અંત સુધી અણનમ રહ્યા હતા. ગઈ કાલની મેચમાં જીત બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ મજબૂત બની ગઈ છે.