May 13, 2024

IPL 2024: KL રાહુલે કહ્યું રાજસ્થાન સામેની મેચમાં તેની ટીમે ક્યાં ભૂલો કરી

IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 7 વિકેટે હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં લખનૌની ટીમે 196 રન બનાવ્યા હતા. આ રન રાજસ્થાનની ટીમે 19 ઓવરમાં આસાનીથી કરી લીધા હતા.

પ્રદર્શન સર્વશ્રેષ્ઠ
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં રાજસ્થાનની ટીમનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. રાજસ્થાનની ટીમે 7 વિકેટે જીત મેળવીને પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીત્યો હતો. જેમાં તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન કેએલ રાહુલના 76 રન અને દીપક હુડ્ડાના 50 રનની મદદથી 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા. સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. લખનૌની ટીમને હાર બાદ ટીમના કેપ્ટન કેએલ રાહુલે સ્વીકાર્યું કે તેમની ટીમે મેચમાં 20થી 25 રન ઓછા બનાવ્યા હતા.

આ પણ વાંચો: KKR vs PBKS: ગૌતમ ગંભીરનો અમ્પાયર સાથેનો વીડિયો થયો વાયરલ

કેએલ રાહુલે કહી આ વાત
કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે મને લાગે છે કે અમે આ મેચમાં 20 રન ઓછા બનાવ્યા છે. મને લાગે છે કે 15મી ઓવર સુધીમાં અમે 150 રનની નજીક પહોંચી ગયા હતા. વિકેટ વહેલી ગુમાવવાના કારણે અમારે થોડી સાવધાનીથી રમવું પડ્યું હતું. જો હુડ્ડા અને મેં 20-20 વધુ રન બનાવ્યા હોત તો કદાચ જીત અમારી થઈ હોત. અમે વિચાર્યું હતું કે છેલ્લી ઓવરોમાં અમે બિશ્નોઈનો ઉપયોગ કરીશું. પરંતુ આખરે મેચમાં હારવાનો વારો આવ્યો હતો.