ડેટ પર ચાકુ લઈ જનારા પ્રેમીઓ પર અભિનેત્રી કાજોલે કર્યા સવાલ
અમદાવાદ: કાજોલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ વખતે તેણે એવા પ્રેમીઓ પર સવાલ ઉઠાવ્યા છે. જેઓ પોતાના પાર્ટનર સાથે ડેટ પર જાય છે અને ઝાડ પર એકબીજાના નામ લખે છે.
કાજોલે પ્રેમીઓને એક ખાસ સવાલ પૂછ્યો
અભિનેત્રી કાજોલે વૃક્ષો પર પ્રેમીઓના નામ કોતરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, ‘જ્યારે હું ઝાડ પર પ્રેમીઓના નામ કોતરેલા જોઉં છું, ત્યારે મને નથી લાગતું કે તે સુંદર છે. મને લાગે છે કે તે ખુબ જ વિચિત્ર છે.
છેલ્લે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળેલી કાજોલે તાજેતરમાં 20મી એપ્રિલે તેની પુત્રી ન્યાસાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ 1999માં અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે બાળકો ન્યાસા અને યુગ દેવગન છે. અજય અને કાજોલે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની તબિયત લથડી, MP અને ઝારખંડનો પ્રવાસ રદ્દ
તેમના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો કાજોલે વર્ષ 1992માં ફિલ્મ બેખુદીથી ડેબ્યૂ કર્યું હતું. એ બાદ કાજોલે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કરણ અર્જુન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ઈશ્ક’, ‘ફના’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘બાઝીગર’ કરી હતી. તેણે ‘ગુપ્ત’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘દુશ્મન’, ‘ગુંડારાજ’ અને ‘પ્યાર તો હોના હી થા’ જેવી સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે.
તાજેતરમાં કાજોલની ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં દેવયાનીની ભૂમિકામાં અને વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં નયોનિકા સેનગુપ્તાની ભૂમિકામાં જોવા મળી હતી. તેના આગામી પ્રોજેક્ટ્સમાં ‘સરઝમીન’, ‘દો પત્તી’ અને ‘મા’નો સમાવેશ થાય છે. કાજોલે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ OTT પર પણ પોતાની અભિનય કુશળતા ફેલાવી છે.