પીએમ મોદીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ, ‘વિઝન 2047’ પર ખુલીને બોલ્યા વડાપ્રધાન
PM Modi Interview:: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ANIને ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેમણે દેશની સમસ્યાઓ અને દેશના ભવિષ્યને લઈ પોતાનો મત રજૂ કર્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન ભારતના વર્ષ 2047 સુધીના વિઝનને ક્લિયર કર્યું હતું. તો લોકસભા ચૂંટણીને લઇને પણ તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.
- પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા જ 2047નું વિઝન ક્લિયર કર્યું.
ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ તેમના 2047ના લક્ષ્યને લઇ સવાલ કરવામાં આવ્યો. તેના પર તેમણે કહ્યું કે, 2047 અને 2024 (લોકસભા ચૂંટણી) બંને અલગ છે. તેને એકબીજા સાથે સરખાવવું ન જોઇએ। તેમણે કહ્યું કે, જ્યારે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, મેં ત્યારે જ કહેવાનું શરૂ કર્યું હતું કે, 2047 માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. આવા જે માઇલસ્ટોન હોય છે તે લોકોમાં ઉત્સાહ ભરે છે. આ 25 વર્ષનો સર્વાધિક ઉપયોગ કેવી રીતે કરી શકાય.
‘ઉત્તર-દક્ષિણ વિભાજન’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,‘ભારતને ટૂકડોમાં જોવું ભારત પ્રત્યે અણસમજણનું પરિણામ છે. જો તમે હિન્દુસ્તાનમાં જુઓ પ્રભુ રામના નામથી જોડાયેલા ગામડા સૌથી વધારે ક્યાં છે. તો તે તમિલનાડુંમાં છે. હવે તમે તેને અલગ કરી શકો છો. વિવિધતા અમારી શક્તિ છે. આપણે તેની ઉજવણી કરવી જોઇએ…’
તાજેતરમાં ડીએમકે દ્વારા ‘સનાતન વિરોધી’ ટિપ્પણી અને તેના પર જનતાના આક્રોશ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસને પૂછવું જોઇએ કે સનાતન વિરોધી આટલું ઝેર ઓકનારા લોકો સાથે બેસવું તેમની શું મજબૂરી છે? કોંગ્રેસની માનસિક્તામાં આ કઈ વિકૃતિ છે. કોંગ્રેસ પોતાનું મૂળ કેરેક્ટર ભૂલી ગઇ છે કે શું? જ્યારે સંવિધાન બન્યું તો તેમાં સનાતનનું ગૌરવપૂર્ણ ભાગ રહ્યો છે. આજે તે જ કોંગ્રેસ સનાતન ધર્મ વિરૂદ્ધ કોમેન્ટ કરનારા લોકો વચ્ચે બેઠી છે. આ દેશ માટે ચિંતાનો વિષય છે.
"ભરોસો સૌથી મોટી તાકાત" : PM Modi@narendramodi#modi #NarendraModi #LokasabhaElection2024 #Election2024 #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/RGmh4VbFJ9
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 15, 2024
ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું,‘‘એક ઈમાનદાર વ્યક્તિએ કોઇનાથી ડરવાની જરૂર નથી, પરંતુ જેઓ ભ્રષ્ટાચારથી ઘેરાયેલા છે તમને પાપનો ડર હોય છે. પીએમ મોદીએ આગળ કહ્યું, આજે કેટલા વિપક્ષના નેતા જેલમાં છે. શું આ તે જ વિપક્ષી નેતા છે, જેઓ સરકારો ચલાવતા હતા? આ પાપનો ડર છે. આખરે એક ઈમાનદાર વ્યક્તિને કઈ વાતનો ડર? જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે તેમણે મારા ગૃહમંત્રીને જેલમાં નાંખી દીધા હતા. દેશને સમજવાનું રહેશે કે રાજનીતિક નેતાઓ પર ઈડીના માત્ર ત્રણ ટકા જ કેસ હતા. 97 ટકા મામલા તેમના પર છે જે રાજનીતિ સાથે જોડાયેલા નથી.’’
તેમણે કહ્યું કે ભારતની આઝાદીના 100 વર્ષ ભારતમાં એક પ્રેરણા આવવી જોઇએ. બીજું છે 2024, આ જે ચૂંટણીનો ક્રમ છે. તે આવેલો ક્રમ છે. આ બીજી વસ્તુ છે. લોકતંત્રમાં ચૂંટણીને હલ્કામાં ન લેવું જોઇએ. તેને ઉત્સવ તરીકે લેવું જઇએ. જો ચૂંટણીનો માહોલ આપણે લોકોત્સવમાં બદલીએ તો તે સંસ્કાર બની જશે. લોકતંત્ર આપણી નસ અને આપણા સંસ્કારમાં જોવું જોઇએ.
દેશ જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં મગ્ન હતો ત્યારે કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો. ત્યાંથી જ તેમની માનસિક્તા છતી થાય છે.
"370 હટી, જમ્મુ કાશ્મીરનું ભાગ્ય બદલાયું" : PM Modi@narendramodi#modi #NarendraModi #LokasabhaElection2024 #Election2024 #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/7t3i5dnttq
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 15, 2024
ચૂંટણી પહેલા 100 દિવસનું પ્લાનિંગ: હું સમય બગડાવામાં નથી માનતો. એક મિનિટ પણ વેડફાય નહીં તે રીતે અમારી સરકારમાં કામ થાય છે. હું ચૂંટણી પહેલા જ 100 દિવસના કામનું પ્લાનિંગ કરી રાખું છું. ચૂંટણી મેદાનમાં જતા પહેલા જ હું 100 દિવસનું કામ અધિકારીઓને આપી દઉ છું. અમે આર્ટિકલ 370 પણ 100 દિવસમાં પાર પાડ્યું હતું, 100 દિવસમાં જ 3 તલાકથી બહેનોને મુક્તિ અપાવી દીધી. UAPA બિલ પણ અમે સિક્યોરીટિને ધ્યાનમાં રાખીને 100 દિવસમાં પૂર્ણ કરી લીધું.
મોદીની ગેરન્ટી: ઈલેક્શનમાં તમામ લોકોનું મહત્ત્વ હોય છે. બુથ લેવલના માણસથી લઇ ઉમેદવાર સુધી, તમામ લોકો ચૂંટણી માટે મહત્ત્વના છે. કેટલાક લોકો એક જ ઝટકામાં ગરીબી હટાવવાની વાત કરી રહ્યા છે. તેમને ઘણા દશકાઓ સુધી દેશની સેવા કરવાની તક મળી હતી પરંતુ તેમણે પોતાની જવાબદારી સમજી નહીં. તેમણે દેશ માટે કંઇ કર્યું નહીં પરંતુ આજે અમે જે વાત કરીએ છીએ તેના પર અમલ કરીએ છીએ. મોદીની ગેરન્ટી પર લોકોને વિશ્વાસ છે. અમારી સરકારે જે કહ્યું તે કરી દેખાડ્યું છે. જનતાને ખબર છે અમે 370ની કલમ હટાવી, અમે બહેનોને ત્રણ તલાકમાંથી મુક્તિ અપાવી. માટે જ અમે વારંવાર મોદીની ગેરન્ટીની વાત કરીએ છીએ.
હું નામદાર નહીં પણ કામદાર છું: રામ મંદિરને લઈ કોર્ટમાં જ નિરાકરણ આવી શક્તુ હતું પરંતુ તેવું કંઇ થયુ નહીં. રામ મંદિરનો મુદ્દો અદાલતમાં હતો તે સમયે પણ લોકોએ અદાલતમાં તેને લઈ કોઇ ફેંસલો ન આવે ત્યાં સુધી તેમણે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે જ્યારે રામ મંદિર બની ગયું છે તો તેને લઈને પણ રાજકરણ કરવામાં આવી રહ્યું છે. તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું તો તેમણે તેને ઠુકરાવી દીધુ કારણ કે તેઓ વોટ બેન્ક ખાતર રાજકારણ કરી રહ્યા છે. હું નામદાર નહીં પણ કામદાર છું માટે તેઓ મારી મજાક ઉડાવી રહ્યા છે. હું જે રાજ્યમાં જાવ છું ત્યાંનો પહેરવેશ પહેરૂં છું તો તેઓ મારા પહેરવેશને લઇ મારી મજાક ઉડાવે છે.