January 23, 2025

રિષભ પંતની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સે બનાવ્યો મોટો રેકોર્ડ

IPL 2024: દિલ્હી કેપિટલ્સની ટીમે IPL 2024 માં પહેલી જીત પ્રાપ્ત કરી છે. આ પહેલા બે વખત હારનો સામનો કરીને આખરે દિલ્હી કેપિટલ્સની ટીમની IPL 2024માં પહેલી જીત થઈ છે. ચેન્નાઈના વિશાખાપટ્ટનમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલની જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમે બીજો પણ એક રેકોર્ડ બનાવ્યો છે. જે આજ સુધી ત્રણ ટીમો જ CSK સામે કરી શકી હતી.

દિલ્હી કેપિટલ્સનો મોટો રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં 20 રને વિજય પ્રાપ્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની 11મી જીત છે. જેના કારણે IPLમાં CSK સામે 10થી વધુ મેચ જીતનારી ચોથી ટીમ બની ગઈ છે. આ પહેલા પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જ કરી શકી હતી. કાલની જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમે આ પણ રેકોર્ડ બનાવી લીધો છે. 10 જીત – કોલકાતા નાઈટ રાઈડર્સ, 20 જીત – મુંબઈ ઈન્ડિયન્સ, 13 જીત – રાજસ્થાન રોયલ્સ, 13 જીત – પંજાબ કિંગ્સ, 11 જીત – દિલ્હી કેપિટલ્સ, 10 જીત – કોલકાતા નાઈટ રાઈડર્સ IPLમાં CSK સામે સૌથી વધુ જીત આ ટીમે પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ રિંકુ સિંહને બાળકની જેમ ચીડવ્યો, જુઓ વીડિયો

જોરદાર પ્રદર્શન કર્યું હતું
પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 52 રન અને પૃથ્વી શોએ 43, પંતે 51 રનની ઇનિંગ રમી હતી. CSKમાંથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. પરંતુ લક્ષ્યના જવાબમાં CSKની ટીમ 171 રન જ બનાવી શકી હતી. એમએસ ધોનીએ 37 રનની ઇનિંગ રમી હતી.