January 22, 2025

દિલ્હી-NCRમાં ઉનાળાની શરૂઆત, જાણો ગુજરાતનું હવામાન

દિલ્હી: ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે હજૂ પણ સવાર અને સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે સાંજે થોડો વરસાદ પડ્યો હતો. જોકે ગુજરાતના વાતાવરમાં કોઈ મેળ જોવા મળી રહ્યો નથી. આવો જાણીએ કે આવનારા દિવસોને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે.

હવામાનની આગાહી
બુધવારે સાંજે દિલ્હી-NCRમાં હળવો વરસાદ પડ્યો હતો. જોકે એક બાજૂ ગરમી અને એક બાજૂ વરસાદ પડવાના કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. સવારે અને સાંજે થોડી ઠંડી જોવા મળી રહી છે. આવનારા દિવસોને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે માર્ચ પુરો થાય ત્યાં સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા હવામાન વિભાગે બતાવી છે.

ઉત્તર પ્રદેશનું હવામાન
ઉત્તર પ્રદેશના હવામાનની વાત કરવામાં આવે તો ગમે ત્યારે વરસાદ પડી શકે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. આ સાથે હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે હજુ પણ વાતાવરણમાં બદલાવ આવશે. જેમાં ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં વરસાદ તો અમુક વિસ્તારમાં ગરમી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે. બિહારના વાતાવરણની વાત કરવામાં આવે તો બિહારમાં ગરમી પડવાની શરૂઆત થી ગઈ છે. અહિંયાના લોકોને ઘરની બહાર નીકળવું ગરમીના કારણે મુશ્કેલ બન્યું છે.

ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ગરમી વધી રહી છે. જેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ કહ્યું કે ગુજરાતમાં હાલ વરસાદ આવશે તેવું લાગી રહ્યું નથી. એપ્રિલમાં કમોસમી વરસાદની સાથે કરા અમે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે પવનની ગતિ વધુ રહેશે જેના કારણે બાગાયતી પાકને નુકસાન થઈ શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. મોટા ભાગે આંબા પર મોર આવે છે તે સમયે પવન ફૂંકાવની સંભાવના જોવા મળી રહી છે જેના કારણે કેરીના મોરને નુકશાની થશે. આ સાથે ખેડૂતોને ઉનાળું પાકને પણ નુકશાની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.