November 14, 2024

સેન્સેક્સ 72,220 પર ગગડ્યો, નિફ્ટી 21,935 પર ખુલ્યો

Stock Market Opening: શેર બજારમાં આજે સુસ્તીની સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ-નિફ્ટીની ઓપનિંગ લાલ નિશાન સાથે થઈ હતી. BSE સેન્સેક્સ 72,220 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 21,935 પર ઓપન થયું છે. ગ્લોબલ બજારમાં નબળી સ્થિતિ હોવાના કારણે બજારમાં ઉતાર-ચઢાવનો સિલસિલો ચાલી રહ્યો છે. BSEના સેન્સેક્સ 84.31 અંકના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યુ હતું. NSEના નિફ્ટી 15.95 અંકના ઘટાડા સાથે 21,935ના લેવલ પર ઓપન થયું છે.

સેન્સેક્સના શેર
BSE સેન્સેક્સના 30 શેરમાંથી 19 શેરમાં વધારો અને 11 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના ટોપ ગેનરમાં રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.20 ટકાનો વધારો અને મારૂતિ 0.99 ટકાનો વધારો થયો છે. ટાઈટન 0.60 ટકા, વિપ્રો 0.54 ટકા, એમએન્ડએમમાં 0.42 ટકામાં મજબુતી જોવા મળી છે. ટોપ લુધરમાં પાવરગ્રિડમાં 1 ટકાનો ઘટાડો થયો છે. એક્સેસ બેંકમાં0.80 ટકાનો ઘટાડો, કોટક મહેન્દ્રા બેંક 0.80 ટકા અને એચયુએલ 0.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટીના શેર
NSE નિફ્ટીના 50 શેરમાંથી માત્ર 15 શેરમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે 34 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક શેરમાં કોઈ પણ બદલાવ જોવા નથી મળ્યું. નિફ્ટીના ટોપ ગેનરમાં રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન બેંક અને ટાટ કંઝ્યુમરના શેર જોડાયેલા છે.

ગ્લોબલ બજાર સપાટ
એશિયાઈ બજારમાં સાઉથ કોરિયાના કોસ્પી, જાપાનમાં નિક્કેઈ અને હોન્ગકોન્ગના હેગસેંગ નુકસાની સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો બીજી તરફ ચીનના શંઆઈ કોમ્પોઝિટ પ્રોફિટમાં જોવા મળી રહ્યા છે. અમેરિકી બજારમાં બુધવારે સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું.