January 13, 2025

સોમનાથમાં જિલ્લા કલેકટરે દરિયામાં જઈ માછીમારો સાથે કરી ગોષ્ઠી

Gir Somnath: જીલ્લા કલેકટરે દરિયામાં જઈ માછીમારો સાથે ગોષ્ઠી કરી છે. જિલ્લા કલેકટરે પોતે માછીમારોની ફિશિંગ બોટ પણ ચલાવી હતી. માછીમારોની સમસ્યાઓ તથા પ્રશ્નોની જાણકારી માટે કલેક્ટરએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, 65 પતંગબાજો લીધો ભાગ

માછીમારો સાથે કરી ચર્ચા
જિલ્લા કલેકટરે દરિયામાં જઈ માછીમારો સાથે ચર્ચા કરી હતી. આ સાથે દરિયાઈ સુરક્ષા અને સલામતી બાબતે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માછીમારોની કામગીરી અને તેમાં પડતી મુશ્કેલીઓ તથા સમસ્યાઓની જાણકારી માટે દરિયાઈ બોટોની મુલાકાત લીધી હતી. કલેકટરે માછીમારી કરવા જતા પહેલાં માછીમારોની તૈયારીઓની જાણકારી મેળવી હતી. કેટલો બરફ, ડિઝલ અને રાશન પાણી સાથે તેઓ દરિયામાં જાય છે. વગેરે વિશેની જાણકારી તેમણે માછીમાર સમાજના આગેવાનો પાસેથી મેળવી હતી. જિલ્લાની સરહદો સુરક્ષિત રહે તે માટે માછીમારોને દરિયાઈ સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા.