US Presidential Election Live: મેજિક નંબરની નજીક ટ્રમ્પ, વ્હાઇટ હાઉસની રેસમાં કમલા હેરિસ પાછળ
US Presidential Election Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે 5 નવેમ્બરે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે સીધી ટક્કર છે. ઘણા રાજ્યોમાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ મત ગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામો પણ આવવા લાગ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે 247 સીટો પર મેળવી લીડ
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રાથમિક પરિણામો ડેમોક્રેટિક પાર્ટી અને તેના ઉમેદવાર કમલા હેરિસ માટે ચિંતા વધારી રહ્યા છે. વાત એવી છે કે, કમલા હેરિસ હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પાછળ રહી ગયા છે. ઈલેક્ટોરલ કોલેજના કાઉન્ટિંગ ટ્રેન્ડમાં કમલા હેરિસ 214 સીટો પર અટકી ગયા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 247 સીટો પર આગળ છે. એટલે કે હવે ટ્રમ્પને મેજિક નંબર 270 સુધી પહોંચવા માટે માત્ર 23 વધુ સીટોની જરૂર છે.
મતગણતરી વચ્ચે કમલા હેરિસનો મોટો નિર્ણય
અમેરિકામાં જ્યાં એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી બાજુ કમલા હેરિસે મોટો નિર્ણય લીધો છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. હેરિસના આ નિર્ણય બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાંથી બહાર નીકળવા લાગ્યા છે.
કમલા હેરિસ કયા રાજ્યોમાં મળી લીડ?
જે 9 રાજ્યોમાં કમલા હેરિસને લીડ મળી છે તેમાં કનેક્ટિકટ, ડેલાવેર, ઇલિનોઇસ, મેસેચ્યુસેટ્સ, મેરીલેન્ડ, ન્યુ જર્સી, ન્યુયોર્ક, રોડ આઇલેન્ડ અને વર્મોન્ટનો સમાવેશ થાય છે. તેમને આ રાજ્યોમાંથી 99 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી રહ્યા છે.
ટ્રમ્પ ક્યાં જીતવાની અપેક્ષા?
તો બીજી બાજુ, ડોનાલ્ડ ટ્રમ્પને જે 17 રાજ્યોમાં લીડ મળી છે તેમાં વ્યોમિંગ, વેસ્ટ વર્જિનિયા, ટેક્સાસ, ટેનેસી, સાઉથ ડાકોટા, સાઉથ કેરોલિના, ઓક્લાહોમા, ઓહિયો, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, મિસિસિપી, લ્યુઇસિયાના, કેન્ટુકી, ઇન્ડિયાના, ફ્લોરિડા, આરકેંસસ, અલાબામાનો સમાવેશ થાય છે. છે. આ રાજ્યોમાંથી ટ્રમ્પને 178 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી રહ્યા છે.