October 4, 2024

અમિત શાહના હસ્તે હીરામણિ આરોગ્યધામનું ઉદ્ઘાટન, રાહત દરે સેવાઓ મળી રહેશે

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જનસહાયક ટ્રસ્ટ દ્વારા 50 કરોડના ખર્ચે બનાવાયેલી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના અડાલજમાં નિર્માણ પામેલા હીરામણિ આરોગ્યધામના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે હાજરી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમની સાથે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી પરિમલ નથવાણી જોડાયા છે. આ સાથે રાજ્યસભા સાંસદ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમિન હાજર રહેશે.

આ હોસ્પિટલમાં કન્સલ્ટિંગ ચાર્જ 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા રહેશે. આ ઉપરાંત નીચે મુજબની સેવાઓ-સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

• ડાયાલિસિસ વિભાગ

• પેથોલોજી લેબોરેટરી

• વમન અને વિરેયન

• કીમોથેરાપી વિભાગ

• દવાઓનો સ્ટોર (૨૪ કલાક)

• એરોમા થેરાપી

• ગેસ્ટ્રોએન્ટેરોલૉજી

• અદ્યતન ફિઝીયોથેરાપી

• હોમિયોપેથી

• ઓપીડી કન્સલ્ટેશન

• દંત ચિકિત્સા

• યોગા, મેડિટેશન

• બ્લડસેન્ટર (૨૪ ક્લાક)

• પંચકર્મ અને શિરોધારા

• ગર્ભસંસ્કાર