October 3, 2024

સચિન તેંડુલકરનો આ અભેદ્ય રેકોર્ડ તોડશે જયસ્વાલ?

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલ અત્યારે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. મેદાનમાં એ જ્યારે ઉતરે છે ત્યારે તે કેટલા રન બનાવી નાંખશે તે કહેવું મુશ્કેલ બની જાય છે. તેણે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. 50થી વધુ રનની આ ઇનિંગ ખૂબ જ ઝડપી બની હતી. જયસ્વાલે તેની ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 50થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. હવે તે સિચનનો રેકોર્ડ તોંડવામાં સફળ થઈ શકે છે.

સચિન તેંડુલકરે રન બનાવ્યા
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો સચિનનું નામ પહેલું આવે છે. સચિને વર્ષ 2010માં ટીમ ઈન્ડિયા માટે 14 ટેસ્ટ મેચ રમી અને 1562 રન બનાવ્યા હતા. આ પહેલા કોઈ એવું કરી શક્યું નથી કે એ પછી કોઈ કરી શક્યું નથી. હા ઘણા ખેલાડીઓ આ રેકોર્ડને પહોંચવા આવ્યા હતા. પરંતુ કોઈ રેકોર્ડ તેનો તોડી શક્યા ના હતા. હજૂ પણ સચિનનો આ રેકોર્ડ અકબંધ છે. આ વખતે જયસ્વાલ આ રેકોર્ડ તોડી શકે છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

જયસ્વાલને તક મળશે
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. આ સિરીઝ વર્ષના અંતમાં યોજાશે. આ સિરીઝમાં ટોટલ પાંચ મેચ રમાવાની છે. તેમાંથી 4 મેચ આવનારા વર્ષમાં રમાશે. જે ખેલાડીએ 8 મેચમાં 900થી વધુ રન બનાવ્યા હોય તેની પાસેથી બાકીની મેચમાં વધારે રન બનાવવાની અપેક્ષા ચોક્કસ હોય જ. હવે આવનારી મેચમાં સચિનનો આ રેકોર્ડ તૂટશે કે નહીં તે જોવાનું રહ્યું.