October 1, 2024

કવાંટના તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસુતાનું મોત

છોટા ઉદેપુર: ગુજરાત સરકાર દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ઈમરજન્સી સેવા માટે 108 એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહી છે. જેમાં ઘણા ઈજાગ્રસ્ત લોકોથી લઈ પ્રસુતા મહિલાઓને ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પરંતુ રાજ્યના કેટલાક ગામડાઓમાં રસ્તાઓ બિસમાર હોવાના કારણે 108 એમ્બ્યુન્સ ત્યાં પહોંચી શક્તી નથી. ત્યારે કવાંટના તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસુતાનું મોત થયાની ઘટના સામે આવી છે.

ખરેખરમાં છોટા ઉદેપુર જિલ્લાના કવાંટના તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસુતા મહિલાને સમયસર સારવાર નહી મળતા તેનું મોત નિપજ્યું હતું. આ મામલે તુરખેડાના એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કરતા આ ઘટના પ્રકાશમાં આવી છે. આ વીડિયોમાં જાગૃત નાગરીકે પોતાની આપવીતી જણાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકને જન્મ આપી તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટનું મર્જર પૂર્ણ, DGCAએ કરી જાહેરાત

તમને જણાવી દઈએ કે, તુરખેડામાં ગામના આંતરિક રસ્તાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઘટનામાં પ્રસ્તુતાને ઝોળી બાંધી દવાખાને લઈ જવાય રહી હતી પરંતુ સમયસર સારવાર મળે તે પેહલા જ પ્રસુતાનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જતા રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી અને નવજાત બાળકીનો જન્મ થયો હતો. નવજાત બાળકીએ જન્મતાની સાથે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.