October 1, 2024

PM મોદીએ ઈઝરાયેલના PM નેતન્યાહુ સાથે કરી વાત, કહ્યું-દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી

PM Modi and Israeli PM Netanyahu: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી.

ઇઝરાયેલના પીએમ સાથે વાત કરવાની માહિતી આપતા પીએમએ X પર લખ્યું, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આ વિસ્તારમાં તણાવને રોકવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના વડા ઠાર
નોંધનીય છે કે, ઇઝરાયેલે તાજેતરમાં લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલા તેજ કર્યા હતા. થોડા દિવસો પહેલા જ ઈઝરાયેલે હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ સહિત અનેક કમાન્ડરોને મારી નાખ્યા છે. ત્યારપછી ઈઝરાયેલને હિઝબુલ્લાહ અને ઈરાન દ્વારા પણ ધમકી આપવામાં આવી છે.