News 360
January 13, 2025
Breaking News

બાંગ્લાદેશી બોલરે મેદાનમાં બુમરાહના જૂતાને કર્યું ચુંબન?

Jasprit Bumrah Feet: ભારતીય ટીમે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 280 રને જીત મેળવી હતી. આ જીતનો ફાળો જસપ્રિત બુમરાહના નામે જાય છે. તેણે કુલ 5 વિકેટ લધી હતી. હાલ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેટિંગ કરી રહ્યો હતો પરંતુ બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર હસન મહમૂદ તેના શૂઝને ચુંબન કરતો જોવા મળી રહ્યો હતો. આવો જાણીએ તેનું સમગ્ર સત્ય.

મહેમૂદની ટૂંકી કારકિર્દીની 5 વિકેટ
તમને યાદ અપાવી દઈએ કે હસન મહમૂદે ભારતની સામે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. મહેમૂદની ટૂંકી કારકિર્દીની આ પહેલી 5 વિકેટ હતી. તેનું પ્રદર્શન એટલું જોરદાર રહ્યું કે તમામ લોકો અને ખેલાડીઓ જોતા ને જોતા જ રહી ગયા હતા. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિદ્ધિ હાંસલ કર્યા પછી જ તેણે પોતાના આદર્શ બુમરાહના જૂતાને ચુંબન કર્યું હતું. જોકે આ વીડિયોમાં ચોક્કસ જોઈ શકાય છે કે હસન મહમૂદ બુમરાહના પગને ચુંબન કરી રહ્યો છે.

આ પણ વાંચો: આહા… વિરાટે કર્યો નાગીન ડાન્સ, વીડિયો વાયરલ

શું તમે ખરેખર બુમરાહના પગને ચુંબન કર્યું
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. જોકે વીડિયોની સત્યતા એ છે કે મેચ દરમિયાન આવી કોઈ ઘટના બની નથી. જસપ્રિત બુમરાહના પગને ચુંબન કરતા હસન મહમૂદની તસવીર એડિટ કરવામાં આવી છે. જો વીડિયોમાં સત્યતા હોય તો બુમરાહના ચહેરા પર મહેમૂદને તેની સામે ઝૂકતો જોઈને તેના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા આવી ના હતી. જેને જોઈને એવું કહી શકાય કે આવું કંઈ થયું નથી.