હૈવાનિયતની તમામ હદો પાર…!: મેળામાં આવેલી એક મહિલા પર 8 લોકોનો ગેંગરેપ
Tribal Woman Gangraped on Rakshabandhan: કોલકાતા રેપ અને મર્ડર કેસને લઈને સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યું છે, ડૉક્ટરોની સાથે સામાન્ય લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશભરમાં બળાત્કાર અને મહિલાઓ પર થતા અન્ય અત્યાચારો સામે વિરોધ ચાલુ છે ત્યારે છત્તીસગઢના રાયગઢ જિલ્લામાંથી સામૂહિક બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક આદિવાસી મહિલા પર એક-બે લોકોએ નહીં પરંતુ 8 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. વધુ નવાઈની વાત એ છે કે આ ઘટના રક્ષાબંધનના દિવસે બની હતી.
छत्तीसगढ़: रायगढ़ जिले में कथित सामूहिक बलात्कार पर SP दिव्यांग पटेल ने कहा, "कल 27 वर्षीय महिला ने आकर बताया कि 19 अगस्त को जब वह मेला देखने रायगढ़ जा रही थी, तब कुछ लोगों ने उसके साथ बलात्कार किया। #रायगढ़ #छत्तीसगढ़ #Raigarh #ChhattisgarhNews #Chhattisgarh #UPDATE #gangrape pic.twitter.com/xKPfXUMUCR
— चउचक मीडिया (@chauchakmedia) August 21, 2024
મહિલા રક્ષાબંધન મેળામાં જઈ રહી હતી
ઘટનાના બે દિવસ બાદ બુધવારે મહિલા (27)એ પુસૌર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે સોમવારે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યા બાદ તે તેના ઘરની નજીક એક સ્થાનિક મેળામાં જતી રહી હતી. ત્યારે કેટલાક લોકોએ મહિલાને રસ્તામાં રોકી અને પછી તેને બળજબરીથી ઉઠાવીને લઈ ગયા. તેઓ મહિલાને નજીકના તળાવના કિનારે લઈ ગયા અને ત્યારબાદ તેઓએ એક પછી એક મહિલા પર બળાત્કાર કર્યો. મહિલાએ જણાવ્યું કે તે એક આરોપીને ઓળખે છે. આ ઘટના બાદ આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
મહિલા એક આરોપીને ઓળખતી હતી
પોલીસે પીડિતાની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ નોંધ્યો છે અને કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ બાબતે બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ જણાવ્યું કે મહિલા સોમવારે સ્થાનિક મેળામાં ગઈ હતી, તે એક આરોપીને ઓળખતી હતી. આ દિવસે મહિલા તેને મળવા જઈ રહી હતી, બંને બજાર પાસે મળવા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે આરોપી મહિલાને મળવા ગયો ત્યારે તેની સાથે અન્ય લોકો પણ હતા. મહિલાએ જણાવ્યું કે કુલ 8 લોકોએ તેની સાથે રેપ કર્યો છે. પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.